55 લાખ રૂપિયા આપીને વધારી 2 ઇંચ લંબાઇ, જાણો કેવી રીતે શક્યું બન્યું

આ સર્જરી લાસ વેગાસમાં સ્થિત 'ધ લિમ્બપ્લેક્સ ઇંસ્ટીટ્યૂટ'ના હાર્વર્ડ પ્રશિક્ષિત ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કેવિન દેબીપ્રસાદે કરી છે. જોકે આ ઓપરેશન ખૂબ ખર્ચાળુ છે. 
 

55 લાખ રૂપિયા આપીને વધારી 2 ઇંચ લંબાઇ, જાણો કેવી રીતે શક્યું બન્યું

નવી દિલ્હી: શરીરની સુંદરતા વધારવા માટે ઘણા લોકો કોસ્મેટિક સર્જરીનો સહારો લે છે પરંતુ તેના દ્રારા હાઇટ વધારવાનો એક કિસ્સો આજકાલ ચર્ચામાં છે. અમેરિકાના ડેલ્લાસમાં રહેનાર અલફોંસો ફ્લોર્સ 5 ફૂટ 11 ઇંચના હતા અને ઓપરેશન બાદ તેમની હાઇટ 6 ફૂટ 1 ઇંચની થઇ ગઇ છે. 

ડેલી મેલના રિપોર્ટ અનુસાર ફ્લોર્સ મેડિકલના સ્ટૂડન્ટ છે. ફ્લોર્સએ લિંબ લેંથનિંગ સર્જરી (Limb lengthening surgery) ના દ્વારા પોતાના લાંબા થવાનું સપનું પુરૂ કરી લીધું છે. 

આ સર્જરી લાસ વેગાસમાં સ્થિત 'ધ લિમ્બપ્લેક્સ ઇંસ્ટીટ્યૂટ'ના હાર્વર્ડ પ્રશિક્ષિત ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કેવિન દેબીપ્રસાદે કરી છે. જોકે આ ઓપરેશન ખૂબ ખર્ચાળુ છે. 

ડોક્ટર કેવિન દેબીપ્રસાદના અનુસાર કોસ્મેટિક સર્જરી દ્વારા શરીરની લંબાઇ વધારી શકાય છે પરંતુ આ પ્રક્રિયા ખૂબ ખર્ચાળ છે. ફ્લોર્સએ આ ઓપરેશન માટે 55 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. 

ફ્લોર્સના સર્જરી પહેલાં અને પછીની તસવીરો ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ છે. ફોટામાં ફ્લોર્સની વધેલી લંબાઇ વધી ગઇ લંબાઇ સ્પષ્ટ દેખાઇ શકે છે. ડોક્ટર દેબીપ્રસાદએ યાહૂ લાઇફસ્ટાઇલને જણાવ્યું કે આ સર્જરીમાં જાંઘ અથવા નીચેના પગની હડ્ડીને લાંબી કરવામાં આવે છે. 

આ પ્રક્રિયામાં 6 ઇંચ સુધી લંબાઇ વધારી શકાય છે. ફ્લોર્સએ કહ્યું કે 'મને ખબર છે કે 5'11 એક સારી હાઇટ છે અને ઘણા બધા લોકો આટલું લાંબુ થવાનું પસંદ કરે છે પરંતુ હું તેનાથી વધુ ઇચ્છું છું અને શક્ય હોય એટલી પોતની એથલેટિઅક ક્ષમતાને વધારવા માંગુ છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news