કોંગ્રેસમાં જોડાતા જ ઉર્મિલા માતોંડકરે પીએમ મોદી વિશે આપ્યું મોટું નિવેદન, કર્યાં આકરા પ્રહાર
Trending Photos
દિપાલી જગતાપ, મુંબઈ: લોકસભા ચૂંટણી 2019 અગાઉ કોંગ્રેસમાં સામેલ થયેલા બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે પણ હવે તાબડતોબ પીએમ મોદી વિરુદ્ધ નિવેદનો આપવાના શરૂ કરી દીધા છે. તેમણે હવે દેશમાં વધતી અસહિષ્ણુતા પર સવાલ ઉઠાવ્યાં છે. આ અગાઉ નસીરૂદ્દીન શાહ અને આમિર ખાન જેવા કલાકારોએ પણ આ મુદ્દે પોતાના વિચારો રજુ કરતા વિવાદ ઊભા થયા હતાં. કોંગ્રેસમાં સામેલ થયા બાદ ઝી મીડિયા સાથે વાતચીતમાં ઉર્મિલા માતોંડકરે કહ્યું કે હું સમગ્ર મુંબઈને મારું ઘર માનું છે. મને મરાઠી હોવા બદલ ગર્વ છે.
કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા ઉર્મિલાએ કહ્યું કે મોદીરાજમાં અસહિષ્ણુતા વધી છે. લોકોમાં એક બીજા પ્રત્યે નફરત ભરાઈ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પણ દબાણ હેઠળ છે. તમે કઈં પણ બોલો તો બબાલ ઊભી થઈ જાય છે. આ સરકારમાં લોકશાહીમાં મૂળભૂત અધિકારો ક્યાં છે. વાત કરતા પણ ડર લાગતો હતો. અમે એકવાર આ પ્રોપેગેન્ડાનો શિકાર બની ચૂક્યા છીએ. હવે તે નહીં થાય. પહેલા હું ચાર દીવાલની અંદર બોલતી હતી. પરંતુ હવે મને મંચ મળ્યો છે તો હું ખુલ્લે આમ બોલીશ.
લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી, જોધપુરથી અશોક ગેહલોતના પુત્રને મળી ટિકિટ
ઝી મીડિયા સાથે વાતચીતમાં ઉર્મિલાએ કહ્યું કે મારા જેવું શુદ્ધ મરાઠી કોઈ ફિલ્મ કલાકાર બોલી શકતા નથી. નોર્થ મુંબઈ લોકસભા સીટથી ઉર્મિલા માતોંડકરનું નામ કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચર્ચામાં છે. દિલ્હીમાં રાહુલ ગાંધીની હાજરીમાં ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં જોડાયા હતાં. ત્યારબાદ ગુરુવારે ઉર્મિલાએ મુંબઈમાં મીડિયા સાથે વાત કરી હતી. ઉર્મિલાનું કહેવું છે કે મારા વિચારો કોંગ્રેસની વિચારધારા સાથે મેળ ખાય છે. આથી મેં કોંગ્રેસમાં જોડાવવાનું નક્કી કર્યું છે. લોકો પોતાના ફાયદા માટે સત્તામાં બેઠેલી પાર્ટીમાં સામેલ થાય છે. પરંતુ મે વિપક્ષી પાર્ટીમાં જોડાવવાનું નક્કી કર્યું છે. મારી વિચારધારાના કારણે મેં આ નિર્ણય લીધો છે. હું ફક્ત ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીમાં નથી આવી. ઉર્મિલાનો પરિવાર પણ કોંગ્રેસ અને રાષ્ટ્ર સેવાદલ સાથે જોડાયેલો છે.
નોર્થ મુંબઈથી ચૂંટણી લડવાની વાત પર ઉર્મિલાનું કહેવું છે કે મેં આ આ વાત મીડિયામાંથી જાણી છે કે હું નોર્થ મુંબઈથી ચૂંટણી લડી રહી છું. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ આ અંગે હજુ મને કશું જણાવ્યું નથી.
અત્રે જણાવવાનું કે ઉર્મિલા માતોંડકર 1990ના દાયકામાં બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી ગણાતી હતી. 2008 બાદ તે આઈટમ ગર્લ સુધી સીમિત રહી ગઈ. વર્ષ 2016માં 3 માર્ચના રોજ ઉર્મિલાએ કાશ્મીરના મુસ્લિમ બિઝનેસમેન મોહસિન અખ્તર મીર સાથે લગ્ન કરી લીધા. મોહસિન ઉર્મિલા કરતા ઉંમરમાં 10 વર્ષ નાનો છે. હવે બોલિવૂડમાં ધમાલ મચાવ્યાં બાદ ઉર્મિલાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે