60 પોલીસવાળા સામે હડહડતું અપમાન થતા કોન્સ્ટેબલનું કાળજું ચીરાઈ ગયું, પાસ કરી નાખી UPSC

UPSC Susscess Story:  મન હોય તો માળવે જવાય....ઉદય કૃષ્ણ રેડ્ડી આંધ્ર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ પદે તૈનાત હતા. બધુ બરાબર ચાલતું હતું પરંતુ અચાનક એક દિવસ  કઈક એવું થયું કે ઉદયે નોકરીમાંથી રાજીનામું આપી દીધુ. એ જાણવા જેવું છે કે 2018માં એવું તે શું થયું જેણે ઉદયને પોલીસની નોકરી છોડવા માટે મજબૂત કરી દીધા અને યુપીએસસી કરવાનો નિર્ણય લઈ લીધો?

60 પોલીસવાળા સામે હડહડતું અપમાન થતા કોન્સ્ટેબલનું કાળજું ચીરાઈ ગયું, પાસ કરી નાખી UPSC

UPSC Susscess Story:  મેરા પાની ઉતરતા દેખ, મેરે કિનારે પર ઘર મત બસા લેના...મેં સમંદર હું, લોટકર વાપસ આઉંગા...આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના ઉદય કૃષ્ણ રેડ્ડી પર આ લાઈનો એકદમ સટીક બેસે છે. ઉદય કૃષ્ણ રેડ્ડી આંધ્ર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ પદે તૈનાત હતા. બધુ બરાબર ચાલતું હતું પરંતુ અચાનક એક દિવસ  કઈક એવું થયું કે ઉદયે નોકરીમાંથી રાજીનામું આપી દીધુ. નોકરી  છોડ્યા બાદ ઉદયે 5 વર્ષ ખુબ જ મહેનત કરી અને 16 એપ્રિલે માત્ર દુનિયાની જ નહીં પરંતુ વિશ્વની અઘરી પરીક્ષાઓમાં જેની ગણતરી થાય છે તે યુપીએસસીનું પરિણામ જાહેર થયું અને મેરિટ લિસ્ટમાં તેનું નામ સામેલ હતું. ત્યારે એ જાણવા જેવું છે કે 2018માં એવું તે શું થયું જેણે ઉદયને પોલીસની નોકરી છોડવા માટે મજબૂત કરી દીધા અને યુપીએસસી કરવાનો નિર્ણય લઈ લીધો?

શું થયું હતું 2018માં?
આ વાત વર્ષ 2018ની છે. ઉદય કૃષ્ણ રેડ્ડીને પોલીસની નોકરીમાં પાંચ વર્ષ થઈ ગયા હતા. એક દિવસ તેમના સર્કિલ ઈન્સ્પેક્ટરે કોઈ અંગત વિવાદને લઈને લગભગ 60 જેટલા પોલીસકર્મીઓ સામે એવી એવી અપમાનજનક વાતો કરી જે ઉદયનું કાળજું ચીરી ગઈ. ઉદય આખો દિવસ પોતાના અપમાન વિશે વિચારતા રહ્યા અને આખરે સાંજ પડતા તો તેમણે એક મોટો નિર્ણય લઈ લીધો. તેમણે પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દીધુ. ઉદયે નક્કી કર્યું કે તેઓ હવે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બનશે. 

મળ્યો આ રેંક
ઉદય કૃષ્ણ રેડ્ડીએ પાંચ વર્ષ નોકરીની તૈયારી કરી અને 2023માં યુપીએસસી પરીક્ષા આપી. રિઝલ્ટ આવ્યું તો તેમને 780મો રેંક મળ્યો. રેંકના આધારે તેમની IRS અધિકારી તરીકે પસંદગી થઈ શકે છે. જો કે ઉદયનો હેતુ IAS અધિકારી  બનવાનો જ હતો. તેમનું કહેવું છે કે જ્યાં સુધી તેઓ IAS અધિકારી નહીં બને ત્યાં સુધી તેઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખશે. અત્રે જણાવવાનું કે 16 એપ્રિલે જાહેર થયેલા યુપીએસસીના પરિણામોમાં લખનઉના આદિત્ય શ્રીવાસ્તવે પહેલો નંબર મેળવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news