UPSC Prelims Exam 2021 Postponed: કોરોનાને કારણે યૂપીએસસીની પ્રીલિમ પરીક્ષા સ્થગિત
UPSC Prelims Exam 2021 Postponed: દેશમાં ચાલી રહેલા કોરોના સંકટને જોતા યુનિયન પબ્લિક સર્વિસ કમિશને જૂન મહિનામાં આયોજીત પ્રીલિમ પરીક્ષાને સ્થગિત કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ UPSC Prelims Exam 2021 Postponed: સંઘ લોક સેવા આયોગ (UPSC) એ ગુરૂવારે કોરોનાના વધતા કેસને જોતા જૂનમાં આયોજીત થનારી સિવિલ સેવા પ્રીલિમ્સ પરીક્ષા (UPSC Prelims Exam 2021) ને સ્થગિત કરી દીધી છે. હવે જૂનમાં આયોજીત થનારી પરીક્ષા 10 ઓક્ટોબરે આયોજીત થશે. કમિશન ત્રણ તબક્કામાં વાર્ષિક સિવિલ સેવા પરીક્ષા (UPSC Prelims Exam 2021) આયોજીત કરે છે, તેમાં પ્રીલિમ્સ, મુખ્ય અને ઈન્ટરવ્યૂ સામેલ છે.
આ પરીક્ષા (UPSC Prelims Exam 2021) હેઠળ ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS), ભારતીય વિદેશ સેવા (IFS) અને ભારતીય પોલીસ સેવા (IPS) ના અધિકારીઓની પસંદગી થાય છે. આયોગની નોટિસ અનુસાર, કોરોનાને કારણે હાલની પરિસ્થિતિઓને જોતા યૂપીએસસીએ સિવિલ સેવા (પ્રારંભિક) પરીક્ષા 2021ને ટાળી દીધી છે, જે 27 જૂનના આયોજીત થવાની હતી. હવે આ પરીક્ષા 10 ઓક્ટોબર 2021ના લેવાશે.
આ પહેલા કોરોનાના વધી રહેલા કેસને જોતા આયોગે (UPSC) UPSC EPFO Recruitment Exam 2021 ની પરીક્ષા પણ સ્થગિત કરી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે