UP Election Result 2022: ઉત્તર પ્રદેશમાં ભાજપને લાગ્યો ઝટકો, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની સિરાથૂ સીટ પર હાર

UP Election Result 2022: ઉત્તર પ્રદેશમાં ભાજપે મોટી જીત મેળવી છે. પરંતુ આ વચ્ચે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ હારનો સામનો કરવો પડ્યો છે. 

UP Election Result 2022: ઉત્તર પ્રદેશમાં ભાજપને લાગ્યો ઝટકો, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની સિરાથૂ સીટ પર હાર

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ મોટી જીત મેળવીને સત્તામાં વાપસી કરી છે. ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે પાર્ટી માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ હારનો સામનો કરવો પડ્યો છે. તેમને સમાજવાદી પાર્ટીની પલ્લવી પટેલે પરાજય આપ્યો છે. પલ્લવી પટેલ કેન્દ્રીય મંત્રી અને અપના દળના પ્રમુખ અનુપ્રિયા પટેલની બહેન છે. કેશવ પ્રસાદ મૌર્યનો 7337 મતથી પરાજય થયો છે. 

કેશવ પ્રસાદ મૌર્યએ પોતાની હાર પર કહ્યુ, 'સિરાથૂ વિધાનસભા ક્ષેત્રની જનતાના નિર્ણયને વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરુ છું, એક એક કાર્યકર્તાના પરિશ્રમ માટે આભારી છું, જે મતદાતાઓએ મતના રૂપમાં આશીર્વાદ આપ્યો તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરુ છું.'

— Keshav Prasad Maurya (@kpmaurya1) March 10, 2022

સિરાથૂ વિધાનસભા સીટ પર કેશવ પ્રસાદ મૌર્યને 98941 મત મળ્યા છે. તો પલ્લવી પટેલને 106278 મત મળ્યા છે. બીએસપીના મંસૂર અલીને 10073 મત મળ્યા છે. 

ઉત્તર પ્રદેશમાં કોને મળી કેટલી સીટ

ઉત્તર પ્રદેશ (કુલ સીટ- 403)
ભારતીય જનતા પાર્ટીઃ જીત 237, લીડ 36- કુલઃ 273
સમાજવાદી પાર્ટીઃ  જીત 89, લીડ- 36- કુલઃ 125
બહુજન સમાજવાદી પાર્ટીઃ જીત 1, લીડ-0- કુલઃ 1
કોંગ્રેસઃ                      જીત 2, લીડ-0- કુલઃ 2
અન્યઃ                      જીત 2, લીડ-0- કુલઃ 2

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news