UP: શુ 31 માર્ચ પછી બંધ થઈ જશે મફત રાશન યોજના? યોગી સરકાર બનાવી રહી છે મોટો પ્લાન
હાલમાં પુરી થયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મફત રાશન વિતરણનો એક મુદ્દો મુખ્ય હતો, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યમાં સત્તા જાળવી રાખી હતી. આ યોજના ગત ડિસેમ્બરમાં ચાર મહિના માટે શરૂ કરવામાં આવી હતી.
Trending Photos
લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પુરી થઈ ગઈ છે, જેમાં ભાજપને પ્રચંડ બહૂમત મળ્યો છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સળંગ બીજી વખત બહુમત હાંસિલ કર્યા બાદ યોગી સરકાર ફીમાં રાશન યોજનાને ચાલું રાખવાનો પ્લાન બનાવી રહી છે. યોગી આદિત્યનાથ સરકાર રાજ્યના તમામ 15 કરોડ લાભાર્થીઓને મફત રાશન વિતરણ ચાલું રાખવાની યોજના બનાવી રહી છે. અગાઉ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે મફત રાશન યોજના માર્ચ 2022 સુધી ચાલું રહેશે.
વિધાનસભા ચૂંટણીમાં મફત રાશન મુખ્ય મુદ્દો હતો
હાલમાં પુરી થયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મફત રાશન વિતરણનો એક મુદ્દો મુખ્ય હતો, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યમાં સત્તા જાળવી રાખી હતી. આ યોજના ગત ડિસેમ્બરમાં ચાર મહિના માટે શરૂ કરવામાં આવી હતી. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ જ યોજના ચાલુ રાખવાની દરખાસ્ત પર સરકારી સ્તરે સક્રિયપણે વિચારણા કરવામાં આવી રહી છે અને આ અંગેનો પ્રસ્તાવ નવી સરકારની રચના પછી પ્રથમ કેબિનેટ બેઠકમાં મૂકવામાં આવે તેવી શક્યતા છે.
યોજના પર અત્યાર સુધીમાં ખર્ચ થયો 4800 કરોડ
માનવામાં આવી રહ્યું છે કે ચાર મહિનામાં લગભગ રૂ. 4800 કરોડનો ખર્ચ કરનાર મફત અન્ન વિતરણ યોજનાનો તાજેતરમાં શાસક ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો હોવાનું માનવામાં આવે છે. 37 વર્ષમાં એવું પ્રથમ વખત થયું છે કે જ્યારે કોઈ રાજકીય પક્ષ સતત બીજી વખત રાજ્યમાં સત્તા પર આવ્યો હોય.
વિપક્ષને સંદેશ આપવા માંગે છે યોગી સરકાર
અધિકારીએ જણાવ્યું છે કે આ યોજનાને ચાલુ રાખીને શાસક પાર્ટી વિપક્ષોને એવો સંદેશ પણ આપવા માંગતી હતી કે ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ મતદારોને સતત એમ કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ચૂંટણી પછી મફત ભોજનનું વિતરણ સમાપ્ત થઈ જશે.
2024 સુધી ચાલુ રાખી શકાશે ફ્રી રાશન યોજના
ભાજપના સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે યોગી સરકાર દ્વારા 2024ની લોકસભા ચૂંટણી સુધી મફત રાશન સાથે ચાલુ રાખવાની સંભાવનાને નકારી શકાતી નથી, જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ યોજના આ વર્ષે માર્ચથી આગળ ક્યા સુધી લંબાવવામાં આવશે. 2024ની શરૂઆતમાં સંસદીય ચૂંટણી થવાની છે અને 543 લોકસભા બેઠકોમાંથી 80 ઉત્તર પ્રદેશમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે