Uttar Pradesh: 100 સીટો પર ચૂંટણી લડશે ઓવૈસીની પાર્ટી AIMIM, આ પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત

અમે નિર્ણય કર્યો છે કે અમે 100 સીટો પર અમારા ઉમેદવાર ઉભા રાખીશું, પાર્ટીએ ઉમેદવારોને સિલેક્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

Uttar Pradesh: 100 સીટો પર ચૂંટણી લડશે ઓવૈસીની પાર્ટી AIMIM, આ પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત

લખનઉ: 2022 માં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઇને બીએસપી (BSP) ની સાથે ગઠબંધનના સમાચારો પર એઆઇએમઆઇએમ (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. અસદુદીન ઓવૈસી (Asaduddin Owaisi) એ કહ્યું કે ''આ @oprajbhar સાહબ 'ભાગીદારી સંકલ્પ મોરચા' ની સાથે છે. અમારી અને કોઇ પાર્ટી સાથે ચૂંટણી અથવા ગઠબંધના સિલસિલામાં કોઇ વાત થઇ નથી. 

100 સીટો પર પોતાના ઉમેદવાર ઉભા કરશે
અસદુદીન ઓવૈસી (Asaduddin Owaisi) એ કહ્યું કે ''યૂપી (UP) ચૂંટણીને લઇને હું કેટલીક વાતો તમારી સમક્ષ રાખવા માંગુ છું, અમે નિર્ણય કર્યો છે કે અમે 100 સીટો પર અમારા ઉમેદવાર ઉભા રાખીશું, પાર્ટીએ ઉમેદવારોને સિલેક્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને અમે ઉમેદવાર આવેદન પત્ર પણ જાહેર કરી દીધા છે. 

1) हमने फैसला लिया है कि हम 100 सीटों पर अपना उम्मीदवार खड़ा करेंगे, पार्टी ने उम्मीदवारों को चुनने का प्रक्रिया शुरू कर दी है और हमने उम्मीदवार आवेदन पत्र भी जारी कर दिया है।1/2

— Asaduddin Owaisi (@asadowaisi) June 27, 2021

અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે એવા સમાચારો સામે આવ્યા હતા કે, ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી એઆઇએમઆઇએમ (AIMIM)  પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ની સાથે ગઠબંધન કરશે. જોકે બસપા સુપ્રીમોએ ટ્વીટ કરી આ સમાચારો પર વિરામ લાગી જશે. હવે આ પ્રકારના સમાચારોને લઇને અસદુદ્દીન ઓવૈસીએ પણ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું  છે. 

બહુજન સમાજ પાર્ટી (BSP) ની મુખિયા માયાવતીએ આ સમાચારોનું ખંડન કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સાથે યૂપી વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન કરશે. તેમણે ટ્વીટ કરતાં આ સમાચારોને નકારી કાઢ્યા છે. પોતાના ટ્વીટમાં બસપા સુપ્રીમોએ કહ્યું કે આ ભ્રામક અને તથ્યહીન સમાચારો છે, અમે રત્તીભાર પણ સચ્ચાઇ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news