ઉન્નાવ રેપ કેસ: પીડિતાએ અકસ્માત પહેલા CJIને લખ્યો પત્ર, કરી હતી આ માગ
ઉન્નાવ રેપ પીડિતાના માર્ગ અકસ્માત મામલે નવા મોમલો સામે આવ્યો છે. અકસ્માત પહેલા રેપ પીડિતા અને તેની માતાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમને આરોપી દ્વાર મળી રહેલી ધમકીઓનો ઉલ્લેખ કર્યો છે
Trending Photos
લખનઉ: ઉન્નાવ રેપ પીડિતાના માર્ગ અકસ્માત મામલે નવા મોમલો સામે આવ્યો છે. અકસ્માત પહેલા રેપ પીડિતા અને તેની માતાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમને આરોપી દ્વાર મળી રહેલી ધમકીઓનો ઉલ્લેખ કર્યો છે.
12 જુલાઇએ લખ્યો પત્ર
પત્ર દ્વારા પીડિતાની માતા અને પીડિતાએ ફરી એકવાર ન્યાયની અપીલ કરી છે. આ પત્ર 12 જુલાઇએ લખ્યો હતો. આ પત્રમાં પીડિતા અને તેના પરિજનોને આરોપીઓ દ્વારા સમાધાન ના કરવા પર જેલ મોકલવાની ધમકીનો ઉલ્લેખ કર્યો છે.
ખોટા કેસમાં ફસાવવાની ધમકી
તેમણે પત્રમાં લખ્યું છે કે, 7 જુલાઇ 2019ના આરોપી શશિ સિંહના પુત્ર નવીન સિંહ, ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરના ભાઇ મનોજ સિંહ સેંગર, કુન્નૂ મિશ્રા અને બે અજાણી વ્યક્તિ દ્વારા ઘરમાં ઘૂસી ધમકી આપવામાં આવી હતી. પત્રમાં સમાધાન ના કરવાની સ્થિતિમાં ખોટા કેસમાં ફસાવી બધાને જેલ મોકલવાની ધમકી આપી હતી.
કહ્યું, અમને જજને ખરીદી લીધા છે
પત્રમાં લખ્યું છે કે, આરોપીઓએ કહ્યું કે અમે જજને ખરીદી કુલદીપ સિંહ અને શશિ સિંહના જામીન મંજૂર કરાવી લીધા છે અને તમને બધાને ખોટા કેસમાં જેલની સજા કરાવી જેલ ભેગા કરીશું. પત્રમાં 8 જુલાઇનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં કહ્યું છે કે, આરોપી શશિના પિતા પણ ઘરે આવ્યા અને સમાધાન કરવા પર ભાર આપ્યો અને સમાધાન ના કરવા પર તેમણે પણ ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલવાની ધમકી આપી હતી.
વધુમાં વાંચો:- ભારતીય રેલવેમાં 3 લાખ કર્મચારીઓની જઇ શકે છે નોકરી
આ લોકોને મોકલ્યો પત્ર
12 જુલાઇ 2019ના રોજ લખેલો આ પત્ર પીડિત પરિવાર તરફથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, પ્રમુખ સચિવ (ગૃહ), પોલીસ મહાનિર્દેશક, પોલીસ મહાનિરીક્ષક, લખનઉમાં સીબીઆઇના પ્રમુખ અને પોલીસ અધિકારી (ઉન્નાવ)ને આ પત્ર મોકલ્યો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે