ઉન્નાવ રેપ કેસ: સાક્ષી યુનુસનો મૃતદેહ કબરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
ઉન્નાવ બળાત્કાર મામલે સાક્ષી યુનુસનો મૃતદેહ કબરમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તેનું મોત થોડા દિવસ પહેલા કથિત રીતે બીમારીથી થયું હતું.
Trending Photos
લખનઉ/ઉન્નાવ: ઉન્નાવ બળાત્કાર મામલે સાક્ષી યુનુસનો મૃતદેહ કબરમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તેનું મોત થોડા દિવસ પહેલા કથિત રીતે બીમારીથી થયું હતું. ઉન્નાવના એડીએમ બીએન યાદવે શનિવારે રાતે પીટીઆઈ ભાષાને ફોન પર જણાવ્યું કે 'યુનુસનો મૃતદેહ આજે રાતે કબરમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. કબરમાંથી મૃતદેહ કાઢવાનું કામ મુસ્લિમ ધર્મગુરુ કાજી સાહેબની દેખરેખમાં કરાયું. તેના આગલા દિવસે જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ યુનુસના પરિજનો સાથે મુલાકાત કરી હતી અને પોસ્ટમોર્ટમ માટે યુનુસના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવાની પરવાનગી માંગી હતી.'
આ દરમિયાન લખનઉમાં યુનુસના પરિજનો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે પહોંચ્યા હતાં. ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનના પ્રભારી વિજય પાંડેએ જણાવ્યું કે યુનુસના પરિજનો મુખ્યમંત્રીને મળવા આવ્યા હતાં. પરંતુ તેમને હજરતગંજ કોતવાલી લઈ જવામાં આવ્યાં. જેથી કરીને તેમની સમસ્યા જાણીને તેને જિલ્લા પ્રશાસનને જણાવી શકાય.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર પર તેના મોતને રહસ્યમય અને શબને જલ્દી દફનાવી દેવાની વાત કરી હતી. જો કે પરિવારજનોનું કહેવું હતું કે યુનુસનું મોત લીવર સંબંધિત બીમારીના કારણે થયું હતું. યુનુસના ભાઈ જાન મોહમ્મદે પત્રકારોને કહ્યું હતું કે પ્રશાસન અમારા પર દબાણ કરી રહ્યું છે. અમે નથી ઈચ્છતા કે કબરમાંથી મૃતદેહ કાઢીને તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે કારણ કે તે શરીયત વિરુદ્ધ છે.
Unnao rape case: Family members of the deceased witness in the case allegedly attempt to kill themselves in front of Yogi Adityanath's residence in Lucknow after they were allegedly not allowed to meet UP chief minister. All of them have been detained by the police. pic.twitter.com/2RE4sfppDQ
— ANI UP (@ANINewsUP) August 25, 2018
અત્રે જણાવવાનું કે ઉન્નાવમાં ભાજપના વિધાયક કુલદીપસિંહ સેંગરની કથિત સંડોવણીવાળા બળાત્કાર અને હત્યા મામલે એક સાક્ષીનું 23 ઓગસ્ટનો રોજ કથિત બીમારીથી મોત થયું હતું. યુનુસ કથિત બળાત્કાર પીડિતાના પિતાને ભાજપના વિધાયકના ભાઈ તથા અન્ય લોકો દ્વારા થયેલી પીટાઈનો સાક્ષી હતો. પીડિતાના કાકાએ બુધવારે પોલીસ પાસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની માગણી કરી હતી. સાક્ષીના ભાઈઓએ દાવો કર્યો હતો કે પીડિતાના કાકાએ કહ્યું હતું કે જો તેઓ પોસ્ટમોર્ટમ માટે રાજી થઈ જશે તો તેમને 10-12 લાખ રૂપિયા મળશે. (ઈનપુટ-ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે