શાહનું કોંગ્રેસ પર નિશાન, કહ્યું- જેટલો પણ વિરોધ કરો, અમે નાગરિકતા આપીને રહીશું

અમિત શાહે મધ્યપ્રદેશના જબલપુરમાં એક રેલીને સંબોધિત કરતા રવિવારે આ વાત કરી હતી. તેમણે કહ્યું, 'આજે કોંગ્રેસી દેશભરમાં સીએએનો વિરોધ કરી રહ્યાં છે. જે મહાત્મા ગાંધીએ કહ્યું હતું, રાહુલ ગાંધી તમે મહાત્મા ગાંધીનું પણ નહીં સાંભળો. 
 

શાહનું કોંગ્રેસ પર નિશાન, કહ્યું- જેટલો પણ વિરોધ કરો, અમે નાગરિકતા આપીને રહીશું

નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહે (Amit shah) નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કાન ખોલીને સાંભળી લે, જેટલો વિરોધ કરવો હોય એટલો કરો, અમે બધા નાગરિકોને નાગરિકતા આપીને જ રહીશું. ભારત પર જેટલો અધિકાર મારો અને તમારો છે, એટલો જ અધિકાર પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓનો પણ છે. 

અમિત શાહે મધ્યપ્રદેશના જબલપુરમાં એક રેલીને સંબોધિત કરતા રવિવારે આ વાત કરી હતી. તેમણે કહ્યું, 'આજે કોંગ્રેસી દેશભરમાં સીએએનો વિરોધ કરી રહ્યાં છે. જે મહાત્મા ગાંધીએ કહ્યું હતું, રાહુલ ગાંધી તમે મહાત્મા ગાંધીનું પણ નહીં સાંભળો. મહાત્મા ગાંધીને તો તમે ક્યારના છોડી દીધા છે.'

તેમણે કહ્યું, 'કોંગ્રેસ કાન ખોલીને સાંભળી લે, જેટલો વિરોધ કરવો હોય એટલો કરો, અમે બધા નાગરિકોને નાગરિકતા આપીને જ રહીશું. ભારત પર જેટલો અધિકાર મારો અને તમારો છે, એટલો જ અધિકાર પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓનો પણ છે. 
તેઓ ભારતના પુત્ર-પુત્રી છે, તે અમારા ભાઈ છે.'

— ANI (@ANI) January 12, 2020

કેજરીવાલ, મમતા, કમ્યુનિસ્ટ કરી ગેરમાર્ગે દોરી રહ્યાં છે
અમિત શાહે કહ્યું કે, સીએએ પર ભાજપ એક જન જાગરણ અભિયાન ચલાવી રહ્યું છે. આ જન જાગરણ અભિયાન ભાજપ તે માટે ચલાવી રહ્યું છે કારણ કે કોંગ્રેસ પાર્ટી, કેજરીવાલ, મમતા બેનર્જી, કમ્યુનિસ્ટ આ બધા ભેગા થઈને દેશને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. તેમણે કહ્યું, 'આજે હું જણાવવા આવ્યો છું કે સીએએમાં ક્યાંય પણ કોઈની નાગરિકતા છીનવવાની જોગવાઈ નથી, તેમાં નાગરિકતા આપવાની જોગવાઈ છે.'

અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ દેશનું વિભાજન ધર્મના આધારે કર્યું હતું. વિભાજન સમયે પૂર્વી અને પશ્ચિમી પાકિસ્તાનથી હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈને ભારત આવવાનું હતું, પરંતુ તે સમયે સ્થિતિ યોગ્ય ન હોવાને કારણે તે ત્યાં રહી ગયા હતા. આપણા દેશના તમામ નેતાઓએ આશ્વાસન આપ્યું કે, તમે અત્યારે અહીં રહો અને તમે જ્યારે ભારત આવશો તો તમારૂ સ્વાગત કરવામાં આવશે. ભારત તમને નાગરિકતા આપશે. 

અમિત શાહે જણાવ્યું કે, 2 જુલાઈ 1947ના મહાત્મા ગાંધી જીએ કહ્યું હતું કે, જે લોકોને પાકિસ્તાનથી ભગાડવામાં આવ્યા, જે પાકિસ્તાનમાં રહી ગયા હતા તેને ખ્યાલ હોવો જોઈએ કે તે ભારતના નાગરિક હતા, જ્યારે પણ ભારત આવવા ઈચ્છે ભારત તેને નાગરિકતા આપશે. 

અલ્પસંખ્યકોને ઉશકેરવામાં આવી રહ્યાં છે
દેશમાં સીએએ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર અમિત શાહે કહ્યું કે, દેશના અલ્પસંખ્યકોને ઉશકેરવામાં આવી રહ્યાં છે કે તમારી નાગરિકતા જતી રહેશે. હું દેશના અલ્પસંખ્યકો ભાઈઓ-બહેનોને કહેવા આવ્યો છું કે સીએએને વાંચી લો, તેમાં ક્યાંય પણ કોઈની નાગરિકતા જવાની કોઈ જોગવાઈ નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news