ભારતમાં આવી ગઈ કોરોનાની 'ત્રીજી લહેર'! કેન્દ્રએ રાજ્યોને અસ્થાયી હોસ્પિટલ બનાવવાનો આપ્યો નિર્દેશ
કેન્દ્ર સરકારે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને રેપિડ ટેસ્ટ વધારવાનો નિર્દેશ આપ્યો છે. એટલું જ નહીં જિલ્લા સ્તર પર જરૂરી દવાઓ અને ઓક્સીજનના પૂરતા જથ્થાની વ્યવસ્થા કરવાનું કહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણના વધી રહેલા કેસને રોકવા માટે કેન્દ્ર સરકાર સતત રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે બધા રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને કોરોનાના સંક્રમણ અટકાવવા માટે પત્ર લખ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રાજ્યોને અસ્થાયી હોસ્પિટલ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવા અને હોમ આઇસોલેશનમાં દર્દીઓના સર્વેલાન્સ માટે વિશેષ ટીમોની રચના કરવાની સલાહ આપી છે.
કેન્દ્ર સરકારે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને રેપિડ ટેસ્ટ વધારવાનો નિર્દેશ આપ્યો છે. એટલું જ નહીં જિલ્લા સ્તર પર જરૂરી દવાઓ અને ઓક્સીજનના પૂરતા જથ્થાની વ્યવસ્થા કરવાનું કહ્યું છે. સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા સંયુક્ત પત્રમાં સ્થિતિનો સામનો કરવા માટે મજબૂત તૈયારી રાખવાની સલાહ આપી છે. સરકારનું કહેવું છે કે દેશમાં દરરોજ 20 લાખથી વધુ ટેસ્ટ કરવાની ક્ષમતા છે પરંતુ હાલના સમયમાં રાજ્યોએ તેમાં વધારો કરવાની જરૂર છે.
Union Health Secretary Rajesh Bhushan writes to chief secretaries of all States/UTs on measures to deal with a possible surge in COVID cases; advises them to initiate process of setting up makeshift hospitals & constitute special teams to monitor patients in home isolation pic.twitter.com/NNWJiLsmon
— ANI (@ANI) January 1, 2022
કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે સંક્રમણના કેસ વધવા પર જો અચાનક મોટી સંખ્યામાં ટેસ્ટની જરૂર પડે તો રાજ્યોએ રેપિડ એન્ટીજન ટેસ્ટ વધુ કરવા જોઈએ. સંક્રમણ અટકાવવા માટે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો અને હોસ્પિટલો સહિત તમામ ડિસ્પેન્સરિયોને રેપિડ એન્ટીજન ટેસ્ટની મંજૂરી આપવી જોઈએ. એટલું જ નહીં તંત્રએ શેરી-ગલીમાં પણ રેપિડ એન્ટીજન ટેસ્ટ માટે અસ્થાયી કેમ્પો લગાવવા જોઈએ.
મહત્વનું છે કે કોરોના સંક્રમણ અટકાવવા માટે દેશમાં ટેસ્ટ કરવા માટે સાત કિટોને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ તમામ કિટ પૂરતી માત્રામાં ખરીદવાનું કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં કોરોના અટકાવવા માટે સ્વાસ્થ્ય સિસ્ટમને મજબૂત કરવા, રસીકરણ અભિયાનને તેજ કરવાની જરૂરીયાત પર ભાર આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારોને જરૂરીયાત પ્રમાણે પ્રતિબંધો લગાવવાની પણ સલાહ આપવામાં આવી છે. માપદંડોના આધાર પર બફર અને કન્ટેઈન્ટમેન્ટ ઝોન બનાવવાનું પણ કહેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે