હવે મહિલાઓ 24માં અઠવાડિયે પણ ગર્ભપાત કરાવી શકશે, નવા બિલને કેબિનેટની મંજૂરી 

કેન્દ્રીય કેબિનેટે આજે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ (સુધારા) 1971ને મંજૂરી આપી દીધી. જે હેઠળ ગર્ભપાતની મર્યાદા 20થી વધારીને 24 અઠવાડિયા કરવામાં આવી.

હવે મહિલાઓ 24માં અઠવાડિયે પણ ગર્ભપાત કરાવી શકશે, નવા બિલને કેબિનેટની મંજૂરી 

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે આજે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ (સુધારા) 1971ને મંજૂરી આપી દીધી. જે હેઠળ ગર્ભપાતની મર્યાદા 20થી વધારીને 24 અઠવાડિયા કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ બેઠકની જાણકારી આપતા કહ્યું કે મહિલાઓની માગણી હતી, ડોક્ટરોની  ભલામણ હતી, કોર્ટનો આગ્રહ  હતો. જેના કારણે 2014થી તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચા શરૂ થઈ. ત્યારબાદ ગડકરીજીની અધ્યક્ષતામાં એક ગ્રુપ ઓફ મીનિસ્ટર્સ બન્યુ અને પછી આ બિલ આજે કેબિનેટે પાસ કર્યું જે હવે સંસદમાં જશે. 

અગાઉ 20 અઠવાડિયા સુધીના ગર્ભને પાડવાની મંજૂરી હતી. હવે આ મર્યાદા વધારીને 24 અઠવાડિયા (6 મહિના) કરવામાં આવી છે. 6 મહિના સુધીના ગર્ભને પાડવો હોય તો તેમાં 2 ડોક્ટરોની મંજૂરી લેવી પડશે. જેમાંથી એક સરકારી ડોક્ટર હશે. મહિલાઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાના સંદર્ભમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. દુનિયામાં બહુ ઓછા દેશોમાં આ પ્રકારનો કાયદો છે અને આજે ભારત પણ આ લિસ્ટમાં સામેલ થયું છે. 

આ ઉપરાંત કેબિનેટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણયને લીલીઝંડી આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતના તમામ પોર્ટ પર 28,000 લોકો કામ કરે છે અને આ બધાને બોનસના બદલે પ્રોડક્ટિવિટી લિંક રિવાર્ડ મળતા હતાં આ યોજના 2017-18માં સમાપ્ત થઈ. પણ તેને આગળ વધારતા હવે રિવોર્ડ જહાજના કુલ નફા નુકસાન પર આધારિત હશે. જેનાથી તમામ કર્મચારીઓને લાભ મળશે. ભારતના તમામ પોર્ટ પર 28 હજાર લોકોનું બોનસ વધારાયું છે. જેમનું વેતન 7000 સુધી છે તેમને 13000 રૂપિયા બોનસ મળશે. 

જુઓ LIVE TV

કેબિનેટના અન્ય એક નિર્ણય મુજબ પૂર્વોત્તર રાજ્યના  બજેટની 30 ટકા ફાળવણી ઉપેક્ષિત્ર ક્ષેત્ર, ઉપેક્ષિત વર્ગ માટે હશે. તેનાથી વ્યવસ્થાનું સરળીકરણ થશે, કામની ગતિ વધશે અને વિકાસની તકો વધશે. કેન્દ્ર સરકાર પૂર્વોત્તર રાજ્યોની કાઉન્સિલને 90 ટકા ભાગ અત્યાર સુધી આપતી હતી અને હવે 30 ટકા ઉપેક્ષિત પછાત વિસ્તારો પર ખર્ચ થશે. આ ઉપરાંત આયુર્વેદ, યુનાની અને સિદ્ધ ચિકિત્સા પ્રક્રિયા માટે કમિશન બનશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news