Puducherry માં લાગશે President Rule, કેંદ્રીય મંત્રીમંડળે આપી મંજૂરી

બેઠક બાદ સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સંવાદદાતાઓને જણાવ્યું કે પુડુચેરી (Puducherry) માં સત્તારૂઢ દળના કેટલાક ધારાસભ્યોના પાર્ટીથી અલગ થયા બાદ નારાયણસામી નીત સરકારે રાજીનામું આપી દીધું છે.

Puducherry માં લાગશે President Rule, કેંદ્રીય મંત્રીમંડળે આપી મંજૂરી

નવી દિલ્હી: કેંદ્રીય મંત્રીમંડળએ બુધવારે પુડુચેરી (Puducherry) માં રાષ્ટ્રપતિ શાસન (President Rule) લાગૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ અઠવાડિયે વિશ્વાસ મત પ્રસ્તાવ પર મતદાન પહેલાં મુખ્યમંત્રી નારાયણસામીએ રાજીનામું આપી દીધું હતું અને કેન્દ્ર શાસિત પ્રદેશની કોંગ્રેસ નીત સરકાર ઢળી પડી ગઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના નેતૃત્વમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ આશય પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. 

રાષ્ટ્રપતિની મંજૂરી બાદ વિધાનસભા થશે ભંગ
બેઠક બાદ સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સંવાદદાતાઓને જણાવ્યું કે પુડુચેરી (Puducherry) માં સત્તારૂઢ દળના કેટલાક ધારાસભ્યોના પાર્ટીથી અલગ થયા બાદ નારાયણસામી નીત સરકારે રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ રાજીનામા બાદ કોઇએ પણ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો નથી.

ત્યારબાદ ઉપરાજ્યપાલે પુડુચેરી (Puducherry)  માં વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી. પ્રકાશ જાવડેકર જણાવ્યું કે કેંદ્રીય મંત્રીમંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ વિધાનભંગ થઇ જશે. તેમણે જણાવ્યું કે પુડુચેરીમાં વિધાનસભા ચુંટણીની તારીખોની જાહેરાત આગામી દિવસોમાં આવવાની આશા છે અને ત્યારબાદ આદર્શ ચૂંટણીની આચાર સંહિતા લાગૂ થઇ જશે. 

ભાજપની સરકાર આવતાં પુડુચેરીના વજૂદ પર ખતરો: નારાયણસામી
પુડુચેરી (Puducherry) ના પૂર્વ મુખ્યમંત્રી વી નારાયણસામીએ કહ્યું કે આગામી વિધાનસભા ચુંટણીમાં મતદાતાઓને ભાજપ (BJP), એમઆઇએનઆરસી અને અન્નાદ્રમુક ગઠબંધનને સમર્થન કરવું ન જોઇએ કારણ કે આ પક્ષોને, સંઘ શાસિત પ્રદેશના તમિલનાડુમાં વિલય કરવામાં કોઇ ખચકાટ રહેશે નહી. નારાયણસામીએ અહીં એકસભામાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું 'ભાજપે એઆઇએનઆરસી અને અન્નાદ્રમુક સાથે મળીને વિલય કરવામાં મારી સરકારને અલોકતાંત્રિક અને અનૈતિક રીતે કાવતરું રચી તોડી પાડી હતી. 

તેમણે કહ્યું કે જૂન 2016માં મારી સરકાર બનતાં પહેલાં જ કેંદ્ર સરકારે મે મહિનામાં પૂર્વ આઇપીએસ અધિકારી કિરણ બેદીને પુડુચેરીના ઉપ રાજ્યપાલ બનાવી દીધા હતા. તેમણે કહ્યું કે તેનાથી એ સ્પષ્ટ રૂપથી સિદ્ધ થાય છે કે આરજેડીએ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનું કાવતરું રચ્યું હતું. કોંગ્રેસ નેતા નારાયણસામીએ વિશ્વાસ મત પહેલાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. 

તેમણે દાવો કર્યો હતો કે આગામી ચૂંટણીમાં ભાજપ નીત ગઠબંધનને આકરી હારનો સામનો કરવો પડશે અને તેનાથી તમામ ઉમેદવારોની જમાનત જપ્ત થઇ જશે. નારાયણસામીએ કહ્યું કે જો ભાજપ ગઠબંધન સત્તામાં આવી ગયું તો સંઘ શાસિત પ્રદેશના રૂપમાં પુડુચેરી (Puducherry) ની અલગ ઓળખ સમાપ્ત થઇ જશે અને તમિલનાડુની સાથે તેનો વિલક્ય કરી દેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news