BJP MP ઉદિત રાજે ટિકિટ ન મળતા પાર્ટીમાંથી આપીશ રાજીનામું, કહ્યું...

ભાજપ નેતા અને ઉત્તર-પશ્ચિમ દિલ્હી (સુરક્ષિત) બેઠકથી લોકસભા સાંસદ ઉદિત રાજે લોકસભા ચૂંટણીની ટિકિટ ના મળવાની સ્થિતિમાં પાર્ટી છોડવાની ધમકી આપી છે.

BJP MP ઉદિત રાજે ટિકિટ ન મળતા પાર્ટીમાંથી આપીશ રાજીનામું, કહ્યું...

નવી દિલ્હી: ભાજપ નેતા અને ઉત્તર-પશ્ચિમ દિલ્હી (સુરક્ષિત) બેઠકથી લોકસભા સાંસદ ઉદિત રાજે લોકસભા ચૂંટણીની ટિકિટ ના મળવાની સ્થિતિમાં પાર્ટી છોડવાની ધમકી આપી છે. તેમણે આજે સવારે ટ્વિટ કરી કહ્યું, ‘હું હજુ પણ ટિકિટની રાહ જોઇ રહ્યો છું, જો મને ના મળી તો હું પાર્ટીને અલવિદા કહી દઇશ.’

જોકે, સાથે જ તેમમે એ પણ કહ્યું કે મને હજુ પણ આશા છે કે ભાજપની તરફથી મને સંસદીય ક્ષેત્રથી નામાંકન ભરીશ, જ્યાં મેં ઘણી મહેનતથી કામ કર્યું છે અને પોતાની જાતને સાબિત કરી છે. ત્યારબાદ તેમણે વધુ એક ટ્વિટમાં કહ્યું કે મારી ટિકિટમાં વાર લાગવાથી સમગ્ર દેશમાં દલિત સમર્થકોમાં રોષ છે અને જ્યારે મારી વાત પાર્ટી નહીં સાંભળી રહીં તો સામાન્ય દલિતને કેવી રીતે ન્યાય મળશે.

ભાજપના સાંસદ ઉદિત રાજે મગંળવારે સવારે કહ્યું કે, જો તેમણે લોકસભા ચૂંટણીમાં ટિકિટ ના આપવામાં આવી તો તે પાર્ટીથી રાજીનામું આપી દેશે અને તેઓ ઉત્તર પશ્ચિમ દિલ્હી સંસદીય બેઠકથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં વર્તમાન સાંસદ રાજે કહ્યું કે, તેઓ પાર્ટીના જવાબ માટે કેટલો સમય પ્રતિક્ષા કરે.

— Dr. Udit Raj, MP (@Dr_Uditraj) April 23, 2019

આ પહેલા રાજે અડધી રાત્રે તેમના ડર્ઝનો સમર્થકો સાથે પંત માર્ગ પર દિલ્હી ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને તેમણે ત્યાં હંગામો કર્યો હતો. પંજાબી ગાયક હંસરાજ હંસને ઉત્તર પ્રશ્ચિમ દિલ્હી બેઠક પરથી ભાજપ ઉમેદવાર જાહેરાત કરવાની સંભાવના છે. હંસ રાજ હંસ પણ પાર્ટીના અન્ય નેતાઓની સાથે કાર્યલયમાં હાજર હતા. રાજે સોમવારે કહ્યું હતું કે, તેઓએ ભાજપ પ્રમુખ અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદીથી ટિકિટ વિષયમાં વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે તેમની પાસેથી કોઇ જવાબ મળ્યો નથી. ભાજપે અત્યાર સુધી દિલ્હીની સાતમાંથી 6 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ઉત્તર પશ્ચિમ બેઠકથી સંશય અત્યારે અખંડ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news