Shopian Encounter: કાશ્મીરમાં વીણી-વીણીને કરાઈ રહ્યો છે આતંકીઓનો ખાતમો, શોપિયામાં બે આતંકી ઠાર

જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ બુધવારે અથડામણમાં બે આતંકીઓનો ખાતમો કર્યો.

Shopian Encounter: કાશ્મીરમાં વીણી-વીણીને કરાઈ રહ્યો છે આતંકીઓનો ખાતમો, શોપિયામાં બે આતંકી ઠાર

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ બુધવારે અથડામણમાં બે આતંકીઓનો ખાતમો કર્યો. માર્યા ગયેલા બે આતંકીઓમાંથી એક પુલવામામાં યુપીના મજૂરની હત્યામાં સામેલ હતો. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે સુરક્ષાદળોએ 2 અઠવાડિયામાં અત્યાર સુધીમાં 15 આતંકીઓનો ખાતમો કર્યો છે. 

પોલીસના એક અધિકારીએ જણાવ્યા મુજબ આતંકીઓની હાજરીની સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ શોપિયા જિલ્લાના દ્રાગડ વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરૂ કર્યું. આતંકીઓએ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરતા અથડામણ શરૂ થઈ. 

— ANI (@ANI) October 20, 2021

સ્પેશિયલ ઈનપુટ પર પડ્યો હતો દરોડો
અત્રે જણાવવાનું કે સુરક્ષાદળોને સ્પેશિયલ ઈનપુટ મળ્યું હતું કે શોપિયાના ડ્રાગડ ગામમાં આતંકીઓ છૂપાયેલા છે. ત્યારબાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું. અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓમાંથી એકની ઓળખ આદિલ આહ વાની તરીકે થઈ છે. આ આતંકી જુલાઈ 2020થી સક્રિય હતો. આઈજીપીના જણાવ્યાં મુજબ આતંકી યુપીના મજૂર સગીર અહેમદની હત્યામાં સામેલ હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news