Badlapur School Case: તમારી દીકરીને નર્સરી સ્કૂલમાં કોણ કરે છે એટેન્ડ, થાનેમાં 2 બાળકીઓનું સ્કૂલમાં યૌન શોષણ

Badlapur Sexual Assault Case: નર્સરીમાં બાળકોને મોકલતા પહેલા સો વાર વિચાર કરવું પડે તેવા દિવસો આવી ગયા છે, મુંબઈના થાણેમાં નર્સરી સ્કૂલનો એક પુરુષ એટેડન્ટ જ બાળકીઓનું શોષણ કરતા પકડાયો

Badlapur School Case: તમારી દીકરીને નર્સરી સ્કૂલમાં કોણ કરે છે એટેન્ડ, થાનેમાં 2 બાળકીઓનું સ્કૂલમાં યૌન શોષણ

Badlapur School Girls Rape Case: કોલકત્તામાં ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસ વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદેના ગૃહ જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જેને કારણો લોકોમાં રોષનો માહોલ છે. જો તમે પણ તમારા નાના બાળકોને નર્સરીમાં અભ્યાસ માટે મોકલતા હોય તો સાચવજો નહીં તો આવી ઘટના ઘટી શકે છે. થાનેમાં એક સ્કૂલના કર્મચારીએ નર્સરીની 2 બાળકીઓનું યૌનશોષણ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ યૌન ઉત્પીડનની ઘટના સ્કૂલમાં ઘટી છે. 

(Visuals from the school at Badlapur) pic.twitter.com/6o0U1sfQSs

— ANI (@ANI) August 20, 2024

પોલીસે સ્કૂલના અજાણ્યા એટેડન્ટ સામે યૌન ઉત્પીડન અને પોક્સો અંતર્ગત કેસ નોંધી એની શોધખોળ આરંભી છે. પોલીસ ફરિયાદમાં બે નાની બાળકીઓએ જણાવ્યું છે કે નર્સરી સ્કૂલમાં એક પુરૂષ એટેડન્ટ જે તેમને શૌચાલયમાં લઈ જતો હતો. એ એટેડન્ટે એમનું યૌન શોષણ કર્યું છે. મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે 4 વર્ષની એક છોકરીએ પોતાના વાલીઓને આ અંગે જણાવ્યું. વાલીએ બાદમાં બીજી બાળકીના માતા-પિતાનું આ અંગે ધ્યાન દોર્યું હતું. 

બીજી બાળકીના પરિવારજનો ત્યારે ચોંકયા જ્યારે એમની દીકરી સ્કૂલ જવાના નામે ડરતી હતી. ત્યારબાદ બંને બાળકીના માતાપિતાએ ડોક્ટરનો સંપર્ક કર્યો. જેમાં રિપોર્ટમાં બહાર આવ્યું કે નાની બાળકીઓ સાથે યૌન શોષણ કરવામાં આવ્યું છે. ડોક્ટરના રિપોર્ટ બાદ વાલીઓએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.  આ કેસમાં સ્કૂલના પ્રિન્સીપાલ સહિત 3ને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ મામલો વધુ વકરતાં આજે વાલીઓએ ટ્રેનોને રોકતાં પ્રશાસન હચમચી ગયું હતું. 100થી વધુ વાલીઓ આજે બદલાપુર રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને સવાર સવારમાં ટ્રેનો રોકી હતી. 

સ્કૂલ સત્તાવાળાઓએ પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરી દીધી છે અને બાળકોને ફક્ત મહિલાઓ જ એટેન્ડ કરશે એવો આદેશ પણ આપી દીધો છે. બાળકીઓના વાલીઓએ આરોપ મૂક્યો છે કે 3થી 4 વર્ષની બાળકીઓને એટેન્ડન્ટ ખોટી જગ્યાએ ટચ કરતો હતો. સ્કૂલ મેનેજમેન્ટે આ મામલે માફી માગી છે અને હાઉસ કીપિંગ ઓથોરિટીને પણ સસ્પેન્ડ કરી દીધી છે. 

પોલીસ અને અન્ય સત્તાવાળાઓને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી હતી. આંદોલનકારીઓને શાંત પાડવાના તંત્રએ પ્રયાસો કર્યા હતા. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે બદલાપુરની એક સ્કૂલમાં બનેલી ઘટનાના સંદર્ભમાં રેલ્વે સ્ટેશન પર આંદોલન ચાલી રહ્યું હતું.

આ ઘટનાના વિરોધમાં અનેક સંગઠનો દ્વારા બદલાપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે. સ્થાનિક ધારાસભ્ય કિસન કાથોરે આ મુદ્દો સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવ્યો હતો અને સમયસર પગલાં લેવામાં નિષ્ફળ ગયેલા આરોપીઓ અને પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news