New IT Rules: Twitter ને ભારત સરકારે આપ્યો મોટો ઝટકો, કાનૂની સંરક્ષણ ખતમ, હવે થશે કાર્યવાહી
નવા આઈટી નિયમો (New IT Rules) નું પાલન નહીં કરવું એ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને ભારે પડી ગયું છે અને હવે તેણે કાનૂની કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
Trending Photos
નવી દિલ્હી: નવા આઈટી નિયમો (New IT Rules) નું પાલન નહીં કરવું એ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને ભારે પડી ગયું છે અને હવે તેણે કાનૂની કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ટ્વિટરનું કાનૂની સંરક્ષણ ખતમ થઈ ગયું છે અને હવે તેણે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
નવા આઈટી નિયમોને લાગૂ ન કરવા પર કાર્યવાહી
ટ્વિટર (Twitter) તરફથી 25મી મેથી લાગૂ થયેલા નવા આઈટી નિયમો (New IT Rules) નું અનુપાલન હજુ સુધી થયું નથી. જેને લઈને સરકાર તરફથી આ એક્શન લેવાયું છે. હવે ટ્વિટર વિરુદ્ધ આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ થઈ શકે છે અને પોલીસ પૂછપરછ પણ કરી શકે છે.
The implication of this development is that if there is any charge against Twitter for alleged unlawful content it would be treated as a publisher – not an intermediary – and be liable for punishment under any law, including IT Act, as also the penal laws of the country.
— ANI (@ANI) June 16, 2021
ટ્વિટર સહિત 9 પર યુપી પોલીસે દાખલ કર્યો કેસ
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત લોનીમાં મુસ્લિમ વૃદ્ધની પીટાઈના કેસને સાંપ્રદાયિક રંગ આપવાના આરોપમાં પોલીસે ટ્વિટર અને અન્ય 8 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. જેમના પર ધાર્મિક ભાવનાને ભડકાવવાનો આરોપ લાગ્યો છે.
શું છે મામલો
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મુસ્લિમ વૃદ્ધને કેટલાક યુવકો પીટાઈ કરી રહ્યા છે. આ વીડિયો અંગે એવો દાવો કરાયો હતો કે મુસ્લિમ હોવાના કારણે વૃદ્ધની પીટાઈ કરાઈ છે. પરંતુ પોલીસ તપાસમાં એ જાણવા મળ્યું કે બે પરિવારોની અંગત અદાવતનો મામલો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને તેને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે