જો NDAને બહુમત ન મળે તો આ 3 'સાથી' મોદીને ફરી PM બનવામાં કરી શકે છે મદદ

લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામો જાહેર થવાના ગણતરીના કલાકો બાકી છે. તે અગાઉ આવેલા એક્ઝિટ પોલે તમામ પક્ષોના ધબકારા વધારી નાખ્યા છે. જો કે કેટલાક એક્ઝિટ પોલે ભજાપને આગળ ગણાવ્યો તો કેટલાક પોલ એવા પણ છે જેમના દાવા મુજબ ભાજપના નેતૃત્વવાળો એનડીએ બહુમતના આંકડાને પાર કરી શકશે નહીં. આવામાં UPAએ પણ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત શરૂ કરી દીધી છે. યુપીએ અને એનડીએની આ દોડમાં એ પક્ષો પર સૌથી વધુ નજર રહેશે જેમણે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા જ નથી. આ પક્ષોએ યુપીએ અને એનડીએ બંનેથી અંતર જાળવ્યું છે. 
જો NDAને બહુમત ન મળે તો આ 3 'સાથી' મોદીને ફરી PM બનવામાં કરી શકે છે મદદ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામો જાહેર થવાના ગણતરીના કલાકો બાકી છે. તે અગાઉ આવેલા એક્ઝિટ પોલે તમામ પક્ષોના ધબકારા વધારી નાખ્યા છે. જો કે કેટલાક એક્ઝિટ પોલે ભજાપને આગળ ગણાવ્યો તો કેટલાક પોલ એવા પણ છે જેમના દાવા મુજબ ભાજપના નેતૃત્વવાળો એનડીએ બહુમતના આંકડાને પાર કરી શકશે નહીં. આવામાં UPAએ પણ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત શરૂ કરી દીધી છે. યુપીએ અને એનડીએની આ દોડમાં એ પક્ષો પર સૌથી વધુ નજર રહેશે જેમણે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા જ નથી. આ પક્ષોએ યુપીએ અને એનડીએ બંનેથી અંતર જાળવ્યું છે. 

ભાજપની નજરે આ પક્ષોનું મહત્વ એટલા માટે પણ વધારે છે કારણ કે તેમણે યુપીએ તરફથી કરાયેલી કોશિશોને ડિંગો બતાવ્યો હતો. તેમણે  યુપીએને કોઈ પણ આશ્વાસન આપ્યું નથી. એટલે સુધી કે એક પક્ષે તો યુપીએના નેતાઓ સાથે વાત પણ કરી નથી. અહીં વાત થઈ રહી છે ઓડિશામાં બીજેડીના નેતા નવીન પટનાયક, વાયએસકોંગ્રેસના નેતા જગન રેડ્ડી અને તેલંગણાના સીએમ ચંદ્રશેખર રાવની. 

નવીન પટનાયક એનડીએને સંકેત આપી ચૂક્યા છે
સૌથી પહેલા વાત ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની. તેઓ ઓડિશાના રાજકારણના ટોચના નેતા છે. છેલ્લા 2 દાયકાઓથી તેઓ રાજ્યમાં સત્તામાં સૌથી ઉપરની ખુરશી પર બિરાજમાન છે. આટલા દિવસોમાં તેમને પડકારનારા કોઈ નેતા સામે આવ્યાં નથી. તેમણે વર્ષ 2000માં મુખ્યમંત્રીની ખુરશી સંભાળી હતી. આ વખતે ચૂંટણીમાં તેમને ભાજપે પડકાર ફેંક્યો છે. જો કે હજુ સુધી મોટાભાગના એક્ઝિટ પોલ 10થી 15 સીટો આપતા બતાવે છે. નવીન પટનાયકે એનડીએને સમર્થનના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે અમારા હિતોનું ધ્યાન રાખશે તેમની સાથે જવા તૈયાર છીએ. 

જગન મોહન રેડ્ડી
આંધ્ર પ્રદેશમાં બહુ જલદી લોકપ્રિય થઈ ગયેલા પૂર્વ મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીના પુત્ર છે જગન મોહન રેડ્ડી. તેઓ પણ એનડીએને સમર્થન આપી શકે છે. યુપીએ તરફથી જ્યારે શરદ પવારે તેમની સાથે વાત કરવાની કોશિશ કરી તો તેમણે પવારનો ફોન ઉપાડ્યો જ નહીં. આવામાં ભાજપને જગન રેડ્ડીના સમર્થનનો પૂરેપૂરો ભરોસો છે. 

જુઓ LIVE TV

UPAએ ટીઆરએસનો સંપર્ક કર્યો પરંતુ કોઈ ભરોસો ન મળ્યો
આમ તો કેસીઆર ખુલીને કહી ચૂક્યા છે કે તેઓ ન તો કોંગ્રેસ સાથે જશે કે ન તો ભાજપ સાથે. પરંતુ ચૂંટણી અગાઉ તેમણે યુપીએને મોટો ઝટકો પણ આપી દીધો છે. તેમણે કહ્યું કે તેમને લાગે છે કે કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે. યુપીએએ તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના અધ્યક્ષ અને તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને ત્રિશંકુ સંસદ બનવાની સ્થિતિમાં સરકાર બનાવવા માટે પોતાની સાથે લાવવા માટે સંપર્ક કર્યો હતો. 

ટીઆરએસએ કહ્યું કે એનડીએની જ સરકાર બનશે
ટીઆરએસના સૂત્રોએ કહ્યું કે UPAએ મહારાષ્ટ્રના કદાવર નેતા અને એનસીપીના પ્રમુખ શરદ પવાર દ્વારા રાવ સાથે સંપર્ક કર્યો છે. જો કે તેના પર રાવ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે તેમની પાર્ટીને લાગે છે કે એનડીએની સરકાર બનશે. તેમણે કહ્યું કે અમને લાગે છે કે બની શકે કે એનડીએ એક્ઝિટ પોલની ભવિષ્યવાણીની નજીક ન હોઈ શકે. કેટલીક સીટો ઓછી થઈ શકે છે. પરંતુ સરકાર તે બનાવશે. લોકોનો મૂડ એનડીએ તરફ છે. આપણે એ સ્વીકારવું જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news