ટ્રાફિક દંડમાં ધરખમ વધારાના વિરોધમાં દિલ્હી-NCRમાં ટ્રાન્સપોર્ટર્સ હડતાળ પર ઉતર્યા, જનજીવન પ્રભાવિત

ટ્રાફિક નિયમ સંશોધન અધિનિયમની અનેક જોગવાઈઓ વિરુદ્ધ આજે યુનાઈટેડ ફ્રન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ એસોસિએશન (UFTA)એ એક દિવસની હડતાળ પર ઉતર્યા છે.

ટ્રાફિક દંડમાં ધરખમ વધારાના વિરોધમાં દિલ્હી-NCRમાં ટ્રાન્સપોર્ટર્સ હડતાળ પર ઉતર્યા, જનજીવન પ્રભાવિત

નવી દિલ્હી: ટ્રાફિક નિયમ સંશોધન અધિનિયમની અનેક જોગવાઈઓ વિરુદ્ધ આજે યુનાઈટેડ ફ્રન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ એસોસિએશન (UFTA)એ એક દિવસની હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળના પગલે નોઈડા અને ગાઝિયાબાદ સહિત દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો મુસાફરોને હાલાકી પડી શકે છે. જો કે હડતાળની સ્થિતિમાં દિલ્હી-એનસીઆરના લોકો મેટ્રોમાં સવાર થઈને પોતાના નિર્ધારિત સ્થળે પહોંચી શકે છે. ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની રકમમાં મસમોટો વધારો કરનારા મોટર વ્હીકલ અધિનિયમે મોટા વિવાદને જન્મ આપ્યો છે. મોટર વ્હીકલ (સંશોધન) અધિનિયમ 2019ને સંસદે ગત સત્રમાં પસાર કર્યો હતો અને તે પહેલી સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયો. દંડની રકમ એટલી વધારે છે કે હાલમાં જ એક ટ્રક ચાલક અને તેના માલિકે ઓવરલોડિંગ અને કેટલાક અન્ય નિયમોના ભંગ બદલ દિલ્હીમાં બે લાખ જેટલો દંડ ભરવો પડ્યો. અનેક રાજ્યોએ એમ કહીને તેને લાગુ ન કરવાનો નિર્ણય લીધો છે કે તેનાથી જનતા પર ખુબ ભાર પડશે. 

દેશમાં ચલણ પર ઘમાસાણ
- નોઈડામાં ચલણ કપાયા બાદ એક યુવકનું હાર્ટ એટેકથી મોત.
- દિલ્હીમાં ચલણ કપાયા બાદ એક વ્યક્તિએ પોતાની  બાઈકમાં આગ લગાવી દીધી.
- પટણામાં ચલણ કપાયા દરમિયાન પોલીસ સાથે લોકોની મારપીટ.
-બક્સરમાં ચલણ મુદ્દે હોબાળો થયા બાદ પોલીસકર્મી સસ્પેન્ડ.
દેશના અલગ અલગ ભાગમાં ચલણ પર પોલીસ સાથે ઝડપ

જુઓ LIVE TV

નવા ટ્રાફિક નિયમ બાદ સૌથી વધુ ચલણની રકમ
- ગુરુગ્રામમાં 5 હજારની સ્કૂટીનું 23000નું ચલણ
- દિલ્હીમાં એક ટ્રકનું 2,00,500 રૂપિયા ચલણ કપાયું
- દિલ્હીમાં જ એક ટ્રકનું 1,41,700 રૂપિયાનું ચલણ કપાયું
- દિલ્હીમાં ઈ રિક્શાનું 27,000 રૂપિયાનું ચલણ કપાયું
- દહેરાદૂનમાં એક ટેમ્પો ડ્રાઈવરનું 10,000 રૂપિયાનું ચલણ કપાયું
- હરિયાણામાં ઓટો રિક્શા ડ્રાઈવરનું 32,500 રૂપિયાનું ચલણ કપાયું
- ગુરુગ્રામમાં ટ્રેક્ટર ડ્રાઈવરનું 59,000 રૂપિયાનું ચલણ કપાયું

દિલ્હી-એનસીઆરમાં હડતાળના કારણ

1. મોટર વ્હીકલ એક્ટ 2019માં બદલાવની માગણી
2. વધેલા ચલણની રકમને ઓછી કરવાની માગણી
3. ઈન્કમ ટેક્સ એક્ટ 44ને પાછો ખેંચવાની માગણી (અંદાજિત આવકના આધારે ટેક્સની આકરણી)
4. વ્યવસાયિક વાહન ચાલકો માટે વીમો અને મેડિકલ સુરક્ષાની માગણી
5. દિલ્હીમાં એરપોર્ટ અને રેલવે સ્ટેશનોના ખાનગીકરણનો વિરોધ

અત્રે જણાવવાનું કે નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડની ભારે ભરખમ રકમની જોગવાઈઓના કારણે દિલ્હી એનસીઆરમાં ટ્રાન્સપોર્ટર્સના 51 સંગઠનોએ હડતાળની જાહેરાત કરી છે. ટ્રાન્સપોર્ટર્સની હડતાળના કારણે દિલ્હી એનસીઆરમાં મોટાભાગની શાળા કોલેજોએ રજાની જાહેરાત કરી છે. અનેક વાલીઓને પોતાના બાળકોની શાળામાંથી સંદેશા મળ્યાં છે કે આજે શાળા બંધ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news