Tractor Rally: દિલ્હીમાં ખેડૂતોની રેલી તોફાની બની, વાહનોમાં તોડફોડ, સુરક્ષાકર્મીઓ પર થયો પથ્થરમારો, જુઓ VIDEO
દિલ્હી ( Delhi) ની ત્રણ સરહદો સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ ગયા છે. આ બાજુ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાના પણ અહેવાલ છે. આ ઉપરાંત ITO પાસે એક DTC બસને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું.
Trending Photos
નવી દિલ્હી: ગણતંત્ર દિવસે ( Republic Day 2021) એક બાજુ રાજપથ પર પરેડ થઈ જ્યારે બીજી બાજુ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પણ શરૂ થઈ ગઈ. દિલ્હી પોલીસે રાજપથવાળી પરેડ ખતમ થયા બાદ ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી આપી હતી પરંતુ અનેક જગ્યાઓ પર ખેડૂતોએ બેરિકેડિંગ તોડીને દિલ્હીમાં જબરદસ્તીથી પ્રવેશ કર્યો. સિંઘુ બોર્ડર પર પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો. સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં પણ ખુબ હોબાળો જોવા મળ્યો. અહીં પ્રદર્શનકારીઓ વોટર કેનનની ગાડી પર ચડી ગયા. દિલ્હીની ત્રણ સરહદો સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ ગયા છે. આ બાજુ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાના પણ અહેવાલ છે. આ ઉપરાંત ITO પાસે એક DTC બસને પલટી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
બસમાં કરી તોડફોડ
ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ દિલ્હી (Delhi) માં ITO પાસે એક DTC બસને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું. ખેડૂતોએ પોલીસે લગાવેલા બેરિકેડ્સ તોડી નાખ્યા.
#WATCH Delhi: Protesting farmers vandalise a DTC bus in ITO area of the national capital. pic.twitter.com/5yUiHQ4aZm
— ANI (@ANI) January 26, 2021
ખેડૂતોએ પોલીસ બેરિકેડિંગ તોડ્યા
ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતો આજે નવા કૃષિ કાયદા ( New Farm Laws ) ના વિરોધમાં ટ્રેક્ટર રેલી કાઢી રહ્યા છે. ખેડૂતોએ ટિકરી બોર્ડર પર પોલીસ બેરિકેડિંગ તોડ્યા. મોટી સંખ્યામાં ટ્રેક્ટર ટ્રોલી ( Tractor rally ) લઈને દિલ્હીની અંદર આગળ વધી રહ્યા છે. આ દરમિયાન પોલીસ ડ્રોન દ્વારા નિગરાણી કરી રહી છે.
નોઈડા મોડ પર ખેડૂતોએ તોડ્યા બેરિકેડ
ગાઝીપુર બોર્ડર ઉપર પણ ખેડૂતોએ બેરિકેડ તોડ્યા છે. ત્યારબાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. આ સાથે જ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર છે. વાત જાણે એમ છે કે અક્ષરધામ અગાઉ એનએચ 24 પર પોલીસે બેરિકેડિંગ કર્યું હતું. પરંતુ કેટલાક ખેડૂતો ટ્રેક્ટરો સાથે બેરિકેડિંગ તોડીને દિલ્હી (Delhi) માં ઘૂસવાની કોશિશ કરવા લાગ્યા. ત્યારબાદ પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો. ખેડૂતોને ત્યાંથી ખદેડી મૂકવામાં આવ્યા છે.
#WATCH Protesters break barricade, attack police personnel and vandalise police vehicle at ITO in central Delhi pic.twitter.com/1ARRUX6I8E
— ANI (@ANI) January 26, 2021
ખેડૂતો પર લાઠીચાર્જ
પોલીસ અધિકારીઓએ ખુબ સમજાવ્યા છતાં ખેડૂતો માન્યા નહીં અને ખેડૂતોની ભીડમાં કેટલાક લોકો જબરદસ્તી કરવા લાગ્યા. ત્યારબાદ ભીડને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. આ બધા વચ્ચે ખેડૂતોએ પોલીસની બેરિકેડિંગ તોડીને આઉટર રિંગ રોડ તરફ આગળ વધવાનું શરૂ કરી દીધુ. દિલ્હી પોલીસે ખેડૂતોને ખુબ સમજાવ્યા હતા કે ગણતંત્ર દિવસના અવસરે રાજપથ પર પરેડ બાદ ખેડૂતોને ટ્રેક્ટર રેલીની મંજૂરી અપાઈ છે.
ખેડૂતોની જાહેરાત- બહારના રિંગરોડ પર કાઢશે માર્ચ
ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના અધ્યક્ષ સતનામ સિંહ પન્નુએ કહ્યું કે અમે દિલ્હી પોલીસના રૂટ પર નહીં પરંતુ પોતાના રૂટ પર માર્ચ (Trector Rally) કાઢીશું. અમે દિલ્હી પોલીસને 45 મિનિટ આપ્યા છે. અમે તેમને જણાવ્યું છે કે અમે બહારના રિંગરોડ પર જઈશું. હવે દિલ્હી પોલીસે જોવાનું છે.
આ બાજુ દિલ્હીમાં ટિકરી બોર્ડર પર ખેડૂતો દ્વારા બેરિકેડિંગ તોડી નખાયા બાદ પોલીસે તેમને સમજાવવાની ખુબ કોશિશ કરી પરંતુ તેઓ અટક્યા નહીં. પોલીસે ખેડૂતોને આગળ ન વધવાની અપીલ પણ કરી હતી. ગણતંત્ર દિવસના અવસરે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ખેડૂતોને રોકવા માટે દરેક શક્ય કોશિશ કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે