Weather Update 25 May: વાવાઝોડુ Yaas આ રાજ્યોને ઘમરોળશે, અમ્ફાન કરતા વધુ તબાહી મચાવે તેવી આશંકા
ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ તોફાન યાસ હવે ગંભીર ચક્રવાર્તી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે. આ જ કારણે અનેક રાજ્યો અલર્ટ પર છે.
Trending Photos
નવી દિલ્હી: તૌકતે વાવાઝોડાએ ગુજરાત સહિત અનેક રાજ્યોને ઘમરોળી નાખ્યું. તેની તબાહીની અસરમાંથી હજુ દેશ બહાર આવ્યો નથી ત્યાં તો એક બીજુ વાવાઝોડું દેશને ઘમરોળી રહ્યું છે. જો કે આ વાવાઝોડા વખતે કેન્દ્ર અને રાજ્ય સરકારોની સજાગતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓના કારણે વધારે નુકસાન ન થયું. પરંતુ હવે દેશના પૂર્વ કાંઠાના રાજ્યો પર યાસ વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ તોફાન યાસ હવે ગંભીર ચક્રવાર્તી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે. આ જ કારણે અનેક રાજ્યો અલર્ટ પર છે.
IMD ની આગાહી
હવામાન ખાતાનું કહેવું છે કે આ યાસ ગંભીર ચક્રવાર્તી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે અને તે 26મી મેના રોજ ઓડિશાના બાલાસોર પાસે દસ્તક આપશે. કાલે 26મી મેના રોજ તેની તીવ્રતા વધશે. જો કે તેની અસર કેટલીક જગ્યાઓ પર સોમવારે જ દેખાવવા માંડી. હવે હવામાન ખાતાએ યુપી, બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની અલર્ટ જાહેર કરી છે.
હાલાત પર બાજ નજર
નોંધનીય છે કે પીએમ મોદી આ વાવાઝોડાની મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. તેઓ સમીક્ષા બેઠકમાં દરેક શક્ય મદદનો ભરોસો આપી ચૂક્યા છે. આ વખતે પણ NDRF, SDRF અને નેવી, એરફોર્સ સહિત તમામ સતર્કતાથી હાલાત સંભાળવા માટે ડટી રહ્યા છે.
The CS YAAS intensified into a Severe Cyclonic Storm, lay centred at 1800 UTC of 24th May about 390km SSE of Paradip, likely to move north-northwestwards, to cross between Paradip and Sagar Island around Balasore, during noon of 26th May as a Very Severe Cyclonic Storm. pic.twitter.com/1MVR7TNxIz
— India Meteorological Department (@Indiametdept) May 24, 2021
26મીની સવારે ઓડિશાના તટ પર ઓછા દબાણના આ વિસ્તારના કારણે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. જ્યારે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આગામી ચાર દિવસમાં તાપમાન બે ડિગ્રીથી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધશે.
વરસાદનું અલર્ટ, યુપી-બિહાર સુધી અસર
કહેવાય છે કે આ તોફાન યાસની અસર યુપી બિહાર સુધી રહેશે. હવામાન ખાતાએ યુપીના અનેક જિલ્લાઓમાં વરસાદની અલર્ટ જાહેર કરી છે. આ જિલ્લાઓમાં આજે 25 મેથી શુક્રવાર 28 મે સુધી વરસાદની ચેતવણી અપાઈ છે. વરસાદી અલર્ટવાળા જિલ્લાઓની યાદીમાં ગોન્ડા, શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગર, બસ્તી, અયોધ્યા, અમેઠી, સુલ્તાનપુર, જૌનપુર, આંબેડકરનગર, આઝમગઢ, મઉ, ગાઝીપુર, બલિયા, દેવરિયા, સંતકબીર નગર, મહારાજગંજ, બહરાઈચ, બારાબંકી, અને કુશીનગર જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મુરાદાબાદ, બિજનૌર, અમરોહા, સંભલ, બદાયુ અને કાસગંજના નામ સામેલ છે.
આ સાથે જ બિહાર અને ઝારખંડ માટે પણ આઈએમડીએ અલર્ટ જાહેર કરેલી છે. બિહારમાં પણ વરસાદનું અલર્ટ છે જે 26 મે સુધી જારી રહી શકે છે. જ્યારે પાડોશી ઝારખંડના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.
બંગાળમાં કહેર મચાવી શકે છે યાસ
યાસની અસર શરૂ થઈ ગઈ છે. ઓડિશાના બાલાસોર કોસ્ટ પાસે ચાંદીપુરમાં મંગળવારે ભારે વરસાદ શરૂ થયો. અહીં સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠવા લાગી છે. લોકોને સુરક્ષિત સ્થળો પર જતા રહેવાની ચેતવણી અપાઈ રહી છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અંદેશો વ્યક્ત કર્યો છે કે વાવાઝોડું યાસ આ વખતે અમ્ફાન વાવાઝોડા કરતા પણ વધુ તબાહી મચાવી શકે છે. તેમણે કહ્યું કે અમારી કોશિશ 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવાની છે.
મમતા બેનર્જીના જણાવ્યાં મુજબ વાવાઝોડું યાસ 20 જિલ્લાઓને પ્રભાવિત કરશે. જેમાં કોલકાતા, નોર્થ અને સાઉથ 24 પરગણા, પૂર્વ મેદિનીપુર સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો હોઈ શકે છે. અત્રે જણાવવાનું કે અમ્ફાન વાવાઝોડાએ ઓડિશા-બંગાળમાં ભારે તબાહી મચાવી હતી. કોલકાતા શહેર સુધી તેનો પ્રભાવ જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે