પ્રથમ સશક્ત મહિલા વડાપ્રધાન સાથે આયરન લેડી પણ હતા Indira Gandhi
દેશભરમાં આજે (31 ઓક્ટોબર 2019) સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે જ દેશના પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની પૂણ્યતિથિ પર યાદ કરી રહ્યાં છે. દેશભરમાં ટ્વિટ દ્વારા પૂર્વ પીએમ ઈન્દિરાગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં આજે (31 ઓક્ટોબર 2019) સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે જ દેશના પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની પૂણ્યતિથિ પર યાદ કરી રહ્યાં છે. દેશભરમાં ટ્વિટ દ્વારા પૂર્વ પીએમ ઈન્દિરાગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીમાં શક્તિ સ્થળ પર કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને ડો. મનમોહન સિંહ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તો આ સાથે પીએમ મોદીએ પણ ટ્વિટ કરી પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબરની સવારે દેશની પ્રથમ હિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકોએ હત્યા કરી હતી. ઈન્દિરા ગાંધીએ 1966થી 1977ની વચ્ચે સતત ત્રણ વખત દેશનું સુકાન સંભાળ્યું હતું. ત્યારે 1980માં ફરી એકવાર આ પદ પર પહોંચ્યા અને 31 ઓક્ટોબર 1984માં પદ પર હતા જ ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી.
ઈન્દિરાની પૂણ્યતિથિ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી લખ્યું કે, આજે મારી દાદી શ્રીમતી ઇન્દિરા ગાંધીનો બલિદાન દિવસ છે. તમારા ઉદ્ધત હેતુઓ અને નિર્ભીક નિર્ણયો શિખામણ દરેક પગલે મને માર્ગદર્શન આપતી રહેશે. તમને મારી શુભેચ્છાઓ.
રાષ્ટ્રીય સંકલ્પ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે પુણ્યતિથિ
તમને જણાવી દઇએ કે ઇન્દીરા ગાંધીની પુણ્યતિથિને રાષ્ટ્રીય સંકલ્પ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. ઘણી સ્કૂલ કોલેજ, ખાસકરીને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ઇન્દીરા ગાંધીની યાદમાં રેલીઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
એક વડાપ્રધાનના રૂપમાં ઇન્દીરા ગાંધી પોતાની રાજકીય હઠ અને સત્તાના અભૂતપૂર્વ કેંદ્વીકરણ માટે જાણિતા હતા. તેમણે પોતના કાર્યકાળ દરમિયાન 1975 થી 1977 સુધી ઇમરજન્સી સાથે ઘણા મહત્વપૂર્ણ રાજકીય નિર્ણયો લીધા. વર્ષ 1980માં ઇન્દીરાએ ઓપરેશન બ્લૂ સ્ટારમાં સુવર્ણ મંદિરમાં સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો, જેના લીધે તેમના જ અંગરક્ષકોએ તેમની હત્યા કરી દીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે