આ રાજ્યમાં આજે 1.75 કરોડ લોકો કરશે ગૃહ પ્રવેશ, પીએમ મોદી આપશે ઘરની ચાવી

મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં આજે 1.75 કરોડ લોકો તેમના ઘરમાં ગૃહ પ્રવેશ કરશે. પ્રદેશના શ્રમિક વર્ગ માટે આ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) અંતર્ગત બનાવવામાં આવ્યા છે

આ રાજ્યમાં આજે 1.75 કરોડ લોકો કરશે ગૃહ પ્રવેશ, પીએમ મોદી આપશે ઘરની ચાવી

નવી દિલ્હી: મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં આજે 1.75 કરોડ લોકો તેમના ઘરમાં ગૃહ પ્રવેશ કરશે. પ્રદેશના શ્રમિક વર્ગ માટે આ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) અંતર્ગત બનાવવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગથી આ કાર્યક્રમમાં સામેલ થઇ લોકોને ઘરની ચાવીઓ આપશે.

તમને જણાવી દઇએ કે, પીએમ મોદીએ વર્ષ 2022 સુધી તમામ જરૂરિયાતમંદોને ઘર ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવાની સાથે 20 નવેમ્બર 2016માં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત અત્યાર સુધી દેશભરમાં લગભઘ 1.14 કરોડ ઘર બનાવવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં 17 લાખ ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ એવા પરિવાર હતા, જેમની પાસે પોતાનું ઘર નથી.

આ સ્કીમમાં દરેક લાભાર્થીને 1.20 લાખ રૂપિયાની સરકારી ગ્રાન્ટ મળે છે, જેમાં 60 ટકા કેન્દ્રથી પાસેથી મળે છે અને 40 ટકા રાજ્ય તરફથી આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત સમગ્ર દેશમાં 2022 સુધીમાં 2.95 કરોડ ઘર બનાવવાનું લક્ષ્ય છે. મધ્ય પ્રદેશના 1.17 કરોડ લોકોને ગૃહ પ્રવેશનો કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થશે અને તેમાં પીએમ મોદીની સાથે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news