Corona પર નિયંત્રણ માટે સ્વાસ્થ્ય સચિવે રાજ્યોને લખ્યો પત્ર, ભીડ પર અંકુશ લગાવવા કહ્યું
પર્યટન સ્થળો તથા બજારોમાં બેદરકાર ઉમટી રહેલી ભીડ પર કેન્દ્રએ કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ભીડવાળી જગ્યાઓ પર અંકુશ લગાવવા પર ભાર મુક્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. તેમણે પોતાના પત્રમાં ટેસ્ટ, ટ્રીટ, ટ્રેક, રસીકરણ અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની રણનીતિ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂરીયાત પર ભાર આપ્યો છે કારણ કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રતિબંધોમાં છૂટ મળી રહી છે.
પર્યટન સ્થળો તથા બજારોમાં બેદરકાર ઉમટી રહેલી ભીડ પર કેન્દ્રએ કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ભીડવાળી જગ્યાઓ પર અંકુશ લગાવવા અને કોરોના પ્રોટોકોલને લાગૂ કરવા માટે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહ્યું છે.
Union Health Secretary Rajesh Bhushan writes to all States/UTs, reiterates the need for focus on 'Test-Treat,-Track-Vaccinate and adherence to COVID appropriate behaviour' strategy as states/UTs give relaxations in restrictions
(file photo) pic.twitter.com/RH4pSPYgn8
— ANI (@ANI) July 15, 2021
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યુ કે, જાહેર વાહનોમાં કોરોનાથી બચવાના આચરણનું પાલન કરવામાં આવી રહ્યું નથી. સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ કરી બજારોમાં ભીડ ઉમટી રહી છે.
ભલ્લાએ સ્પષ્ટ કહ્યુ કે બીજી લહેર હજુ ખતમ થઈ નથી અને કોઈપણ પ્રકારની બેદરકારીને સ્થાન નથી. તેથી લોકો કોરોનાથી બચાવના નિયમોનું પાલન કરે. કેન્દ્રીય ગૃહ સચિવે કહ્યુ કે, કોરોના સંક્રમણના મામલામાં કમી અને સક્રિય કેસમાં ઘટાડા બાદ વિભિન્ન રાજ્યોમાં ધીમે-ધીમે આર્થિક ગતિવિધિઓને ખોલવામાં આવી રહી છે. આમ કરતા સમયે સાવચેતી રાખવાની જરૂર છે. કોઈપણ સંસ્થા, પરિસર, બજાર કે આ પ્રકારના સ્થળો પર કોરોના પ્રોટોકોલનો ભંગ થાય તો બીજીવાર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.
દેશમાં ફરી વધ્યા કોરોના કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 41,806 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,09,87,880 પર પહોંચી ગયો છે. એક દિવસમાં 39,130 દર્દી રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,01,43,850 થઈ છે. હાલ દેશમાં 4,32,041 દર્દીઓ સારવાર હેઠળ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે