લોકસભામાં TMC સાંસદે કહ્યું- સ્વચ્છ ભારત મિશન છે તો સ્વચ્છ હવા કેમ નહીં?
ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે કહ્યું કે, જ્યારે આપણી પાસે સ્વચ્છ ભારત મિશન છે, તો શું આપણી પાસે સ્વચ્છ હવા મિશન ન હોઈ શકે? શું આપણે સ્વચ્છ હવામાં શ્વાસ લેવાના અધિકારને નક્કી ન કરી શકાય?
Trending Photos
નવી દિલ્હીઃ દેશના ઘણા મોટા શહેરો આ સમયે વાયુ પ્રદુષણનો સામનો કરી રહ્યાં છે. આ કારણે લોકો ગંભીર રૂપથી પ્રદુષિત હવામાં શ્વાસ લેવા મજબૂર છે. આ વચ્ચે હવાને લઈને રાજકીય ખેંચતાણ પણ ચાલી રહી છે. મંગળવારે લોકસભામાં સીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે (kakoli ghosh dastidar) આ મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યું કે, જ્યારે આપણી પાસે 'સ્વચ્છ ભારત મિશન' છે, તો શું આપણી પાસે 'સ્વચ્છ હવા મિશન' ન હોઈ શકે? શું આપણે સ્વચ્છ હવામાં શ્વાસ લેવાના અધિકારન નક્કી ન કરવો જોઈએ? તેમણે કહ્યું કે, દિલ્હીમાં લોકો માસ્ક પહેરીને ફરી રહ્યાં છે. વિશ્વના 10 સૌથી પ્રદુષિત શહેરોમાંથી 9 ભારતના છે. આ ખુબ ચિંતાનો વિષય છે.
પશ્ચિમ બંગાળના બારાસાતથી ટીએમસી સાંસદ દસ્તીદારે કહ્યું કે, ઝેરી હવા આપણા ફેફસાને ખરાબ કરે છે અને આ કારણે ઓક્સિજન આપણા લોહીમાં જતું નથી. ત્યારબાદ ફેફસા બદલવાની વાત થાય છે. આ સીધી રીતે આર્થિક સમસ્યા સાથે પણ જોડાયેલ છે. આપણે મોનિટર કરવું પડશે કે શું થઈ રહ્યું છે, માત્ર નોટિફાઇ કરી દેવાથી કશું થશે નહીં. પાવર પ્લાન્ટ પર પણ આપણે કામ કરવું પડશે. સરકારે આ મામલાને ખુબ ગંભીરતાથી લેવો જોઈએ. તે માટે એક રાષ્ટ્રીય મિશન પણ બનાવવું જોઈએ જેથી આપણે આગામી પેઢીને સ્વચ્છ હવા આપી શકીએ.
સારવકર માટે ભારત રત્ન પર સરકારે કહ્યું, ઔપચારિક ભલાણની જરૂર નથી
માસ્ક પહેરીને સંસદ પહોંચેલા ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે ચર્ચાને આગળ વધારતા કહ્યું કે, વિશ્વના મોટા ભારના પ્રદુષિત શહેર ભારતના છે. શું જેમ સ્વચ્છ ભારત મિશન છે તેમ શું આપણે સ્વસ્છ હવા મિશન લોન્ચ કરી શકીએ છીએ. આ સાથે તેમણે પૂછ્યું કે શું આપણો અધિકાર નથી કે આપણે શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા મળે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે