દેશભરમાં કોરોના સંક્રમણના 9152 કેસ, 308ના મોત: સ્વાસ્થ્ય મંત્રાલય

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા વધીને 9152 થઇ ગઇ છે. આ મહામારીથી દેશભરમાં અત્યાર સુધી 308 લોકોના મોત થયા છે. ગત 24 કલાકમાં કોરોના સંક્રમણથી 35 લોકોના મોત થયા છે. 

દેશભરમાં કોરોના સંક્રમણના 9152 કેસ, 308ના મોત: સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા વધીને 9152 થઇ ગઇ છે. આ મહામારીથી દેશભરમાં અત્યાર સુધી 308 લોકોના મોત થયા છે. ગત 24 કલાકમાં કોરોના સંક્રમણથી 35 લોકોના મોત થયા છે. ગત 24 કલાક સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સોમવારે એક પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી. 

લવ અગ્રવાલે જણાવ્યું હતું કે ''કોવિડ 19 વિરૂદ્ધ 5 હજાર લોકોએ વોલેંટિયર્સ તરીકે યોગદાન આપ્યું છે. અત્યાર સુધી 30 કરોડ લોકોને આર્થિક મદદ આપવામાં આવી છે. દેશમાં કોરોના ટેસ્ટ કિટની કોઇ કમી નથી. 
 
કોરોના સંક્રમણના કેસ દરરોજ ભલે વધી રહ્યા હોય પરંતુ આ દરમિયાન એક સમાચાર સામે આવ્યા છે. જી હા! સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં આજે જણાવ્યું હતું કે દેશના 15 રાજ્યોના 25 જિલ્લા જે કોરોના સંક્રમણથી પ્રભાવિત હતા અને જ્યાં સંક્રમણ ફેલાઇ રહ્યું હતું, ત્યાં ગત 14 દિવસથી એક પણ સંક્રમણનો કેસ સામે આવ્યો નથી. એટલે કે કહી શકીએ કે આ જિલ્લાઓમાં સંક્રમણ ફેલાતુ અટકી ગયું છે. આ એક મોટા અને રાહતભર્યા સમાચાર છે.  
 
જોકે એક દિવસ પહેલાં જ 12 એપ્રિલના રોજ સમાચાર આવ્યા હતા કે ગત 4 દિવસમાં દેશના 80 જિલ્લાઓમાં જૂનું સંક્રમણ ફેલાયેલું છે પરંતુ કેટલાક જિલ્લાઓમાં આ સંક્રમણ ફેલાવા વચ્ચે સમાચાર છે કે જે જિલ્લાઓમાં તેને રોકવા માટે પહેલાં જ પગલાં ભરવામાં આવ્યા હતા તેની અસર જોવા મળી રહી છે અને ઓછામાં ઓછા 25 જિલ્લાઓમાં સંક્રમણ ફેલાતુ અટકી ગયું. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશના 400 જિલ્લાઓમાં હજુ સુધી કોરોના સંક્રમણથી પ્રભાવિત થઇ ચૂક્યા છે.  

દેશભરમાં સરકાર ટેસ્ટિંગ કેપેસિટી પણ વધારી રહી છે અને તેની સાથે જ વધુમાં વધુ લોકોના સેમ્પલ ટેસ્ટ કરવાની રણનિતી પણ તૈયાર કરવામાં આવી રહી છે જે અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. આઇસીએમઆર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશભરમાં ટેસ્ટિંગ ક્ષમતા વધારવા માટે 14 મેંટર સંસ્થાઓની ઓળખ કરવામાં આવી છે, તે અન્ય કોલેજોને ટ્રેઇન કરશે અને એ પણ તપાસશે કે નવી લેબ સ્થાપિત કરવાની જરૂર છે કે નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news