J&K: સરપંચ અજય પંડિતાની હત્યાનો બદલો પૂરો, શોપિયામાં માર્યો ગયો હિજબુલનો ટોપ કમાન્ડર

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં સુરક્ષાદળોને મંગળવારે મોટી સફળતા મળી. સુરક્ષાદળોએ શોપિયામાં એક ગામમાં છૂપાયેલા ત્રણ આતંકીઓનો ખાતમો કર્યો. એન્કાઉન્ટરમાં હિજબુલનો ટોપ કમાન્ડર માર્યો ગયો. આ સાથે જ સુરક્ષાદળોએ સરપંચ અજય પંડિતા (Ajay Pandita) ની હત્યાનો બદલો પણ લઈ લીધો છે. સુરક્ષાદળોએ એક મહિનામાં 30 આતંકીઓને ઠાર કર્યાં. શોપિયામાં 10 દિવસમાં 17 આતંકીઓ માર્યા ગયા છે. 
J&K: સરપંચ અજય પંડિતાની હત્યાનો બદલો પૂરો, શોપિયામાં માર્યો ગયો હિજબુલનો ટોપ કમાન્ડર

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં સુરક્ષાદળોને મંગળવારે મોટી સફળતા મળી. સુરક્ષાદળોએ શોપિયામાં એક ગામમાં છૂપાયેલા ત્રણ આતંકીઓનો ખાતમો કર્યો. એન્કાઉન્ટરમાં હિજબુલનો ટોપ કમાન્ડર માર્યો ગયો. આ સાથે જ સુરક્ષાદળોએ સરપંચ અજય પંડિતા (Ajay Pandita) ની હત્યાનો બદલો પણ લઈ લીધો છે. સુરક્ષાદળોએ એક મહિનામાં 30 આતંકીઓને ઠાર કર્યાં. શોપિયામાં 10 દિવસમાં 17 આતંકીઓ માર્યા ગયા છે. 

જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહના જણાવ્યાં મુજબ આજે શોપિયામાં 3 આતંકીઓ માર્યા ગયાં. જેમાંથી એક હિજબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર હતો. સૌથી મોટી વાત એ છે કે હિજબુલના જે આતંકીઓએ સરપંચ અજય પંડિતાની હત્યા કરી હતી તે આતંકીઓ આજે અથડામણમાં માર્યા ગયાં. 

સરપંચ અજય પંડિતાની હત્યાની જવાબદારી લશ્કર એ તૈયબા સાથે જોડાયેલા સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRFએ લીધી હતી. સેના અને સુરક્ષાદળોનો એ સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદના સંક્રમણનો અંત જરૂરી છે. ટોચના પોલીસ અધિકારીએ કહ્યું કે 'અત્યાર સુધીમાં 3 આતંકીઓ આજની અથડામણમાં માર્યા ગયાં. ઓપરેશન ચાલુ છે ઘટના સ્થળેથી હથિયારો અને ગોળા બારૂદ પણ મળી આવ્યાં છે.'

જુઓ LIVE TV

અધિકારીએ કહ્યું કે મધ્ય રાત્રિમાં એક સંયુક્ત કોર્ડન અને તલાશી અભિયાન તુર્કવાંગમમાં પોલીસ, સેનાની 44 રાષ્ટ્રીય રાઈફલ્સ (44RR) અને સીઆરપીએફની જોઈન્ટ ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જે વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હતાં તેને ઘેરવામાં આવ્યો. પહેલા આતંકવાદીઓને સમર્પણ કરવાનું કહેવાયું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે પરંતુ તેમણે જ્યારે સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું તો અથડામણ શરૂ થઈ ગઈ. 3 આતંકીઓ માર્યા ગયા છે અને તેમના મૃતદેહો પણ મળી આવ્યાં છે.જો કે તેમની ઓળખ હજુ જણાવાઈ નથી. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આ આતંકીઓ હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news