મધ્યપ્રદેશ: હવે કોંગ્રેસને આ આદિવાસી દળે આપ્યું ગઠબંધન અંગે અલ્ટીમેટમ

સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવે પણ કહ્યું હતું કે એક વિચારધારાના લોકો સાથે લાવવા માટેનું કામ કોંગ્રેસને કરવાનું છે

મધ્યપ્રદેશ: હવે કોંગ્રેસને આ આદિવાસી દળે આપ્યું ગઠબંધન અંગે અલ્ટીમેટમ

ભોપાલ : મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી અગાઉ ગઠબંધન મુદ્દે ચાલુ થયેલા રાજકીય ઉથલપાથલ ખતમ થવાનું નામ નથી લઇ રહી. બસપાએ હાલમાં જ કોંગ્રેસને દાંવ આપતા 22 વિધાનસભા સીટો પર પોતાનાં ઉમેદવારોની જાહેરાત કરી. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ કહ્યું હતું કે, એક વિચારધારાનાં લોકોની સાથે લાવવાનું કામ કોંગ્રેસે કરવાનું છે. આમ કહીને તેમણે ગઠબંધનનો બોલ કોંગ્રેસના નેતૃત્વમાં નાખી દીધો હતો. આ બધાની વચ્ચે રાજ્યમાં ઝડપથી ઉભરી રહેલ જય આદિવાસી યુવક શક્તિ (જયસ) પાર્ટીએ પણ કોંગ્રેસને અલ્ટીમેટમ આપી દીધું છે. 
Image result for kamal nath zee news
80 વિધાનસભા સીટો પર જયસ ઉતારશે ઉમેદવાર
જયસના રાષ્ટ્રીય અધ્યક્ષ હીરાલાલ ઉપરાંત કોંગ્રેસને ગઠબંધન પર ચેતવણી આપતા કહ્યું કે, જો ગઠબંધન પર કોંગ્રેસ 2 ઓક્ટોબર સુધીમાં નિર્ણય નહી લે તો, અમે વિધાનસભા ચૂંટણી માટે પોતાનાં ઉમેદવારોની જાહેરાત નહી કરીએ. હીરાલાલે કહ્યું કે, જો કોંગ્રેસની તરફથી કોઇ જવાબ નથી આવી રહ્યો, તો જયસ મધ્યપ્રદેશની 80 વિધાનસભા સીટો પર પોતાનાં ઉમેદવારોની જાહેરાત કરી દેશે. ઉલ્લેખનીય છે કે, 230 વિધાનસભા સીટોવાળા મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઠબંધન મદ્દે હીરાલાલ અલાવાએ કોંગ્રેસ મહાસચિવ દીપક બાબરિયા સાથે માર્ચમાં મુલાકાત પણ કરી હતી. 
Image result for bjp zee news
2003માં કોંગ્રેસથી આદિવાસીઓની  વોટબેંકનુ ગણિત બદલાયું
મધ્યપ્રદેશ વિધાનસભાની આશરે 47 સીટો પર આદિવાસીઓની બોલબાલા છે. 2003ની વિધાનસભા ચૂંટણી પહેલા સુધી આ સીટો પર કોંગ્રેસના ઉમેદવારો જ જીતતા હતા. જો કે 2003ની વિધાનસભા ચૂંટણીમાં ગણિત બદલાયું. કોંગ્રેસ આ ગઢમાં ભાજપ સેંધ લગાવવામાં સફળ રહી. ભાજપે આદિવાસી બાહલ્ય ધરાવતી મોટા ભાગની સીટો પર જીત કરી. 2008 અને 2013ના મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આદિવાસી વિસ્તારથી ભાજપનો વિજય સતત ચાલી રહ્યો છે. જેથી કોંગ્રેસ હવે આદિવાસીઓ વચ્ચે દબદબો ધરાવતા આદિવાસી સંગઠનો સાથે રાખીને ફરીથી પોતાનો દબદબો જાળવવા માંગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news