વૈજ્ઞાનિકો પણ ગોથુ ખાઈ ગયા તેવા લાઈટવાળા દેડકાની સત્ય હકીકત આવી સામે

વૈજ્ઞાનિકો પણ ગોથુ ખાઈ ગયા તેવા લાઈટવાળા દેડકાની સત્ય હકીકત આવી સામે
  • તમારી જિંદગીમાં એવો કોઈ દેડકો જોયો છે જેમાં લાઈટ થાય છે. સાથે જ આ લાઈટ ચાલુ બંધ પણ થઈ રહી છે.
  • Nature is Lit નામના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો 

ઝી મીડિયા/બ્યૂરો :ચોમાસાની મોસમ છે. હંમેશા દેડકાનો ટર્ર ટર્ર અવાજ સાંભળવા મળે છે. અનેકવાર દેડકા પણ ઘરમાં આવી જતા હોય છે. પોતાના નાનકડા પગથી ઉંચી છલાંગ લગાવે છે. પણ શું તમે તમારી જિંદગીમાં એવો કોઈ દેડકો જોયો છે જેમાં લાઈટ થાય છે. સાથે જ આ લાઈટ ચાલુ બંધ પણ થઈ રહી છે. આવા દેડકાની તસવીર હાલ વાયરલ થઈ છે. લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો, તો ખુદ પ્રાણીઓના એક્સપર્ટસ પણ ગોથુ ખાઈ ગયા હતા, કે પ્રાણી જગતમાં આવો દેડકો (Frog swallowed firefly) તો ક્યારેય જોયો નથી. કેટલાક લોકોએ આ દેડકાને ઈન્ટરનેટની ફેક તસવીર ગણાવી. સોશિયલ મીડિયા (viral video) પર જેણે આ તસવીર જોઈ તે ચોંકી ગયા. કારણ કે તેના પેટમાંથી હલકી હલકી રોશની થઈ રહી છે. પરંતુ હવે તેની હકીકત સામે આવી છે.

દેડકાના પેટમાં લાઈટ
Nature is Lit નામના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેની કેપ્શન છે, જ્યારે એક દેડકો જુગનુ (આગિયા) ને ગળી ગયો (When a frog eats a firefly)

इस मेढक ने निगल लिया जुगनू और हो गया वायरल

ઈન્ટરનેટ પર આ વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, એક દેડકો લાઈટવાળા આગિયા નામના કીડાને ખાઈ ગયો, તો તેની રોશની દેડકાના શરીરમાંથી બહાર નીકળવા લાગી. 

ટ્વિટર પર વીડિયો વાયરલ
આગિયા ગળી જનારા દેડકાનો આ વીડિયો ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થવા લાગ્યો છે. ટ્વિટર પર આ વીડિયોને 90 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. 14 સેકન્ડના આ વીડિયોમા એક દેડકો દિવાલ પર ચીપકેલો દેખાય છે. કેટલીક ક્ષણો બાદ તેના પેટમાં અચાનક રોશની ચમકવા લાગે છે. તેના બાદ આ રોશની બંધ થઈ જાય છે. આ રોશની એક નિયમિત સમયગાળામાં ચમકે છે. 

સોશિયલ મીડિયા પર રોમાંચક કોમેન્ટ્સ
દેડકાએ અંધારામાં ચમકતા  આગિયાની ખાઈ લીધું હતું. રાત્રે ચમકતા આગિયાને કારણે દેડકાના પેટમાં પણ આ પ્રકારની ચમક જોવા મળી હતી. 11 સપ્ટેમ્બરના રોજ આ વીડિયો ટ્વિટ થતા જ અત્યાર સુધી 90 હજારથી વધુ લોકો સુધી તે પહોંચી ગયો છે. 

આ વીડિયોને લઈને લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈએ તેને ચીનનું ષડયંત્ર ગણાવ્યું, તો કોઈએ કહ્યું કે, આ એક નાનું એરોપ્લેન છે. એક યૂઝરે word play કરતા લખ્યું કે, Delight Food.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news