સુશાંત કેસ: ભાજપના દિગ્ગજ નેતાના ચોંકાવનારા દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ

મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નીતિશ રાણેએ સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનના શંકાસ્પદ મોત અંગે ચોંકાવનારા દાવા કર્યા છે. તેમણે જણાવ્યું કે દિશાના મોતના કારણો અંગે રોહન રાયને બધુ ખબર છે પરંતુ ડરનો માર્યો તે આમતેમ ભાગી રહ્યો છે. નીતિશ રાણેએ કહ્યું કે જો રોહને સામે આવીને 8 જૂનની પાર્ટીની સચ્ચાઈ ન જણાવી તો હું સીબીઆઈને તમામ રહસ્યનો ખુલાસો કરીશ. 
સુશાંત કેસ: ભાજપના દિગ્ગજ નેતાના ચોંકાવનારા દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ

નવી દિલ્હી: મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નીતિશ રાણેએ સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનના શંકાસ્પદ મોત અંગે ચોંકાવનારા દાવા કર્યા છે. તેમણે જણાવ્યું કે દિશાના મોતના કારણો અંગે રોહન રાયને બધુ ખબર છે પરંતુ ડરનો માર્યો તે આમતેમ ભાગી રહ્યો છે. નીતિશ રાણેએ કહ્યું કે જો રોહને સામે આવીને 8 જૂનની પાર્ટીની સચ્ચાઈ ન જણાવી તો હું સીબીઆઈને તમામ રહસ્યનો ખુલાસો કરીશ. 

દિશાએ સુશાંતને જણાવી હતી આ બધી વાત
મહારાષ્ટ્રના કણકવલી બેઠકથી ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્ર નીતિશ રાણેએ કહ્યું કે "8 જૂનની પાર્ટીમાં જ્યારે દિશા સાલિયાન સાથે દુર્વ્યવ્હાર થયો, તો પછી તેણે આ બધી વાત સુશાંત સિંહ રાજપૂતને જણાવી હતી. જેના કારણે સુશાંતને પણ આઘાત લાગ્યો હતો." નીતિશ રાણેએ દિશાના મોત બાદ બોયફ્રેન્ડ રોહનના ગાયબ થવા પર સવાલ ઉઠાવ્યાં. 

સુશાંતના નિધનના 3 મહિના બાદ વાયરલ થયા આ PHOTOS, 7મી તસવીર જોઈને હોશ ઉડી જશે

નીતિશ રાણેએ વ્યક્ત કરી આશંકા
નીતિશ રાણેએ આશંકા વ્યક્ત કરતા કહ્યું કે "રોહન મુંબઈથી બહાર ગયો તેના માટે બની શકે કે કોઈ શક્તિશાળી વ્યક્તિએ દબાણ કર્યું હોય. સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનના મોતની મિસ્ટ્રી પરસ્પર જોડાયેલી છે. પરંતુ મુંબઈ પોલીસે દિશા એંગલની તપાસ કરી નથી." દિશાનું મોત કથિત રીતે 8 જૂનના રોજ મલાડના બિલ્ડિંગના 14માં માળેથી પડવાથી થયું હતું. 

'બોલિવુડના આ 5 કલાકારો ડ્રગ્સ લેવાનું નહીં છોડે તો મરી જશે', સુશાંતના મિત્રનો ચોંકાવનારો ખુલાસો

દિશાએ 100 નંબર પર ફોન કર્યો હતો
નીતિશ રાણેએ દિશા અને સુશાંતની હત્યાની આશંકા વ્યક્ત કરતા કહ્યું કે આ સમગ્ર મામલે રોહનને બધુ ખબર છે. એવામાં રોહતનને જીવનું જોખમ હોઈ શકે છે. નીતિશ રાણેએ કહ્યું કે તેમણે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને દિશાના પાર્ટનર રોહનને સુરક્ષા આપવાની માગણી કરી છે. નીતિશ રાણે આ અગાઉ દાવો કરી ચૂક્યા છે કે આઠ જૂનની પાર્ટીમાં એક શક્તિશાળા નેતા પણ હાજર હતાં. આઠ જૂનની પાર્ટીમાં થયેલી વારદાત બાદ દિશાએ 100 નંબર પર ફોન કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news