ગાયત્રી મંત્રમાં છુપાયેલા છે સફળતાના રાઝ, વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક સાબિત થશે મંત્ર

Gayatri Mantra Benefits: હિંદુ ધર્મમાં ગાયત્રી મંત્ર જાપનું વિશેષ મહત્વ છે. ગાયત્રી મંત્રનો જાપ ખાસ કરીને વિદ્યાર્થીઓએ કરવો જોઇએ જેથી તેમને વિશેષ લાભ થઈ શકે. આ કરવાથી વિદ્યાર્થીઓની યાદ શક્તિમાં વધારો થાય છે.

ગાયત્રી મંત્રમાં છુપાયેલા છે સફળતાના રાઝ, વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક સાબિત થશે મંત્ર

Gayatri Mantra Benefits: હિંદુ ધર્મમાં દરેક દેવી-દેવતાઓ વિશે અલગ-અલગ મંત્ર જણાવવામાં આવ્યા છે. મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં વિશેષ પ્રભાવ પડે છે. દરેક મંત્રનું પોતાનું આગવું મહત્વ છે. ખાસ કરીને પોતાની ઇચ્છાઓ પૂરી કરવા માટે દેવી-દેવતાઓના મંત્રનો જાપ કરતા હોય છે. ગાયત્રી મંત્ર એક એવો મંત્ર છે કે જે ખુબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી માનવામાં આવે છે. વ્યક્તિના જીવનમાં તણાવને દૂર કરવા માટે આ મંત્ર ખુબ જ કામ આવે છે. આ મંત્રનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે.

કયા સમયે કરવો જોઈએ ગાયત્રી મંત્રનો જાપ
ગાયત્રી મંત્રને ચાર વેદોનો મુખ્ય સાર માનવામાં આવે છે. ગાયત્રી મંત્રનો જાપ વિદ્યાર્થીઓ માટે વિશેષ ફાયદાકારક માનવામાં આવે છે. વિદ્યાર્થીઓએ આ મંત્રનો જાપ સવારે સૂર્યોદય પહેલા કરવો જોઇએ. બપોરના સમયે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. યાદશક્તિને મજબૂત કરવા આ મંત્રનો નિયમિત જાપ કરવામાં આવે છે.

દરરોજ કરો ગયાત્રી મંત્રનો જાપ
નિયમિત રીતે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી દરેકને જરૂરથી લાભ થાય છે. વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછું એકવાર તો ગાયત્રી મંત્રનો જાપ કરવો જ જોઇએ. આ કરવાથી વ્યક્તિને શિક્ષણમાં પણ સફળતા મળે છે. માન્યતા અનુસાર વિદ્યાર્થી પોતાની બેગમાં ગાયત્રી મંત્રનો ફોટો રાખવો જોઈએ.

નોંધ- અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓથી સંબંધિત છે. ZEE ન્યુઝ આ વાતની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news