જમ્મુ કાશ્મીર આંતરરાષ્ટ્રીય સીમા પર રહેતા નાગરિકો માટે અનામત વિધેયક લોકસભામાં પાસ
Trending Photos
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરમાં સીમા પર રહેતા લોકો માટે અનામત વિધેયક લોકસભામાં પાસ થઇ ગયું. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના વધારવા સંબંધિત પ્રસ્તાવ પણ લોકસભામાં પસાર થઇ ગયો. આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર અનામત અધિનિયમ 2004માં સંશોધન માટે શુક્રવારે લોકસભામાં વિધેયક રજુ કર્યું, જેમાં આંતરરાષ્ટ્રીય સીમાનાં 10 કિલોમીટરના વર્તુળમાં રહેનારા લોકોને શૈક્ષણીક સંસ્થાઓ અને સરકારી નોકરીમાં 3 ટકા અનામત આપવામાં આવ્યું છે.
જમ્મૂ-કાશ્મીરમાં હજૂ 6 મહિના રહેશે ‘રાષ્ટ્રપતિ શાસન’: ગૃહમંત્રી અમિત શાહ
જમ્મુ અને કાશ્મીર અનામત અધિનિયમ સીધી ભર્તી, બઢતી અને અલગ અલગ શ્રેણીઓમાં અનેક વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અનામત પ્રદાન કરવાનું છે, જો કે તેનો વિસ્તાર આંતરરાષ્ટ્રીય સીમા પર રહેલા વ્યક્તિઓ માટે નહોતો. આ વિસ્તારને પાકિસ્તાની સેનાના ફાયરિંગ તથા ગોળીબારનો સામનો કરવો પડે છે. જેના કારણે તેમને સુરક્ષિત સ્થળો પર જવા માટે બાધ્ય થવું પડે છે.
મુંબઇમાં ચોમાસાનો પહેલો વરસાદ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા સર્જાયો ટ્રાફિક જામ
અમિત શાહે લોકસભામાં કહ્યું કે, સીમા પર સતત તણાવનાં કારણે આંતરરાષ્ટ્રીય સીમા પર રહેલા લોકોને સતત સામાજિક- આ્થિક અને શૈક્ષણીક પથાતપણુ સહન કરવું પડે છે. તેમણે કહ્યું કે, આ વિસ્તારનાં નિવાસીઓને વારંવાર તણાવના કારણે સુરક્ષીત સ્થળો પર જવું પડે છે. જેનાથી તેમનો અભ્યાસ પણ પ્રભાવિત થાય છે કારણ કે સીમા નજીક શિક્ષણ સંસ્થાઓ લાંબા સમય સુધી બંધ રહે છે.
અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો, પર્વતોમાં છુપાયેલા છે આતંકી!
જેના કારણે તે જરૂરી હતી કે આંતરરાષ્ટ્રીય સીમા પર રહેલા વિસ્તારમાં રહી રહેલા લોકોને વાસ્તવિક સીમા નિયંત્રણ રેખા (LoC) પર રહેલા લોકોની જેમ અનામતનો વિસ્તાર કરવામાં આવે. કેન્દ્રીય મંત્રીમંડળે ફેબ્રુઆરીમાં જમ્મુ કાશ્મીર સરકારનાં પ્રસ્તાવને મંજુરી આપી હતી. જેમાં રાષ્ટ્રપતિ દ્વારા જમ્મુ અને કાશ્મીર અનામત સંશોધન અધ્યાદેશ 2019 લાવવા માટે જણાવાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે