Patiala Clash: પટિયાલા હિંસા દુર્ભાગ્યપૂર્ણ, બોલ્યા ભગવંત માન, આઈજીએ કહ્યું- અફવાઓને કારણે થઈ ઘટના
Patiala Clash: તો ઘટના પર પટિયાલા ઝોનના આઈજી રાકેશ અગ્રવાલે જણાવ્યુ કે તોફાની તત્વો અને અફવાઓને કારણે આ ઘટના થઈ છે. અમે શહેરમાં ફ્લેગ માર્ચ કરી રહ્યાં છીએ. લોકોને અપીલ છે કે અફવાઓથી બચે.
Trending Photos
પટિયાલાઃ પટિયાલામાં થયેલી હિંસાની ઘટના પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે, પટિયાલામાં ઘર્ષણની ઘટના ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. મેં ડીજીપી સાથે વાત કરી, તે વિસ્તારમાં શાંતિ જોવા મળી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ અને કોઈને રાજ્યમાં અશાંતિ ઉભી કરવા દેશું નહીં. પંજાબની શાંતિ અને સદ્ભાવ અત્યંત મહત્વપૂર્ણ છે.
તો આ ઘટના પર પટિયાલા ઝોનના આઈજી રાકેશ અગ્રવાલે જણાવ્યુ કે કેટલાક તોફાની તત્વો અને અફવાઓને કારણે આ ઘટના થઈ. અમે શહેરમાં ફ્લેગ માર્ચ કરી રહ્યાં છીએ. લોકોને અપીલ છે કે અફવાઓથી બચો. પોલીસ અને સિવિલ તંત્રએ બધુ કાબુમાં કરી લીધુ છે. કાલે શાંતિ કમિટીની બેઠક બોલાવવામાં આવી રહી છે. આ સાથે તેમણે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.
પોલીસ તરફથી ફાયરિંગ પર આઈજી રાકેશ અગ્રવાલે કહ્યુ કે, આ બધુ જાપતે પ્રમાણે થાય છે. તેની તપાસ થશે. જે ગોળી લાગી છે તેની પણ તપાસ થઈ રહી છે. અમારા તરફથી કડક કાર્યવાહી કરવામાં આવશે. બહારથી પણ ફોર્સ બોલાવવામાં આવી છે.
The incident of clashes in Patiala are deeply unfortunate. I spoke with DGP, peace has been restored in the area. We're closely monitoring the situation & won't let anyone create disturbance in the State. Punjab’s peace and harmony is of utmost importance: Punjab CM Bhagwant Mann pic.twitter.com/n0eA8Q2qpz
— ANI (@ANI) April 29, 2022
પંજાબના પટિયાલામાં બે અલગ-અલગ ધર્મો સાથે જોડાયેલા સંગઠનોનો પોલીસ સાથે ટકરાવ થયો હતો. આ ટકરાવ જુલૂસ કાઢવાને લઈને થયો હતો. પોલીસે રોકતા એક સમુહે તેમના પર પથ્થરમારો કર્યો તો બીજાએ તલવારથી હુમલો કર્યો હતો. પોલીસ પ્રમાણે બંને સમુદાયોની પાસે જુલૂસ કાઢવાની મંજૂરી નહોતી.
આ ઘટનામાં એસએચઓ ઈજાગ્રસ્ત થયા છે, તો ત્રણ ચાર જવાનને પણ ઈજા પહોંચી છે. તણાવની સ્થિતિ જોતા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. પોલીસ સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે. બંને સમુદાયના લોકોને ધાર્મિક સ્થળો પર પરત મોકલી દેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે