મોદી કેબિનેટનો મોટો નિર્ણય, આ લોકોને સસ્તામાં મળશે ગેસ સિલિન્ડર, સબસિડીમાં કર્યો વધારો

કેન્દ્ર સરકાર સતત ગરીબોના હિતમાં મહત્વના નિર્ણયો લઈ રહી છે. આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં વધુ એક મોટો નિર્ણય લેવાયો છે. 

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, આ લોકોને સસ્તામાં મળશે ગેસ સિલિન્ડર, સબસિડીમાં કર્યો વધારો

નવી દિલ્હીઃ મોટો કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. કેબિનેટે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સબસિડી 200 રૂપિયા વધારી 300 રૂપિયા કરી દીધી છે. કેબિનેટે રક્ષાબંધન પર ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી હતી. આજે ઉજ્જવલાના લાભાર્થીઓ માટે આ સબસિડી 200 રૂપિયાથી વધારી 300 રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે ગેસ સિલિન્ડર 600 રૂપિયામાં મળશે. 

કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક બાદ પત્રકાર પરિષદમાં કહ્યું- પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ. અમે રક્ષાબંધન અને ઓણમના અવસર પર રસોઈ ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ કિંમત 1100થી ઘટી 900 રૂપિયા થઈ ગઈ. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 700 રૂપિયામાં ગેસ મળવા લાગ્યો હતો. ઉજ્જવલા યોજનાની લાભાર્થી બહેનોને હવે 300 રૂપિયાની સબસિડી મળશે. 

— ANI (@ANI) October 4, 2023

અન્ય કયા નિર્ણય લેવાયા?
કેબિનેટે વન દેવતાના નામ પર તેલંગણામાં કેન્દ્રીય આદિવાસી વિશ્વવિદ્યાલય ખોલવાને પણ મંજૂરી આપી છે. આ સેન્ટ્રલ ટાઇબલ યુનિવર્સિટી 889 કરોડ રૂપિયાના ખર્ચથી બનશે. કેબિનેટે સેન્ટ્રલ ટર્મરિક બોર્ડ બનાવવાને પણ મંજૂરી આપી છે. પીએમ મોદીએ તેની જાહેરાત પણ તેલંગણામાં કરી હતી. 

ભારત હળદરનું સૌથી મોટુ ઉત્પાદન અને વપરાશ કરતો દેશ છે. 8400 કરોડના હળદરની નિકાસ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તે માટે સેન્ટ્રલ ટર્મરિક બોર્ડની રચના કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news