Coronavirus vaccine India: ખુશખબર! કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ જથ્થો પુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી થયો રવાના
First Consignment Of Covid 19 Vaccine Dispatched: 16 જાન્યુઆરીથી પ્રસ્તાવિત વેક્સિનેશન માટે કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ જથ્થો પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી રવાના થઈ ચુક્યો છે.
Trending Photos
પુણેઃ મહામારી કોરોના વાયરસ પર જીતની તૈયારીમાં લાગેલા ભારત માટે ખુશીના સમાચાર છે. 16 જાન્યુઆરીથી પ્રસ્તાવિત વેક્સિનેશન માટે કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ જથ્થો પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી રવાના થઈ ચુક્યો છે. આ રીતે મહામારી વિરુદ્ધ ચાલી રહેલું લાંબુ યુદ્ધ નિર્ણાયક તબક્કામાં પહોંચતું જોવા મળી રહ્યું છે. તેની જાણકારી પુણેના ડીસીપી નમૃતા પાટીલે આપી છે.
તેમણે એએનઆઈને કહ્યું, વેક્સિનનો પ્રથમ જથ્થો અહીં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી મોકલવામાં આવ્યો છે. અમે સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી છે. કોવિશીલ્ડ વેક્સિન લઈ જનારા ત્રણ ટ્રક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી મંગળવારે વહેલી સવારે પુણેના એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટથી વેક્સિન દેશના જુદા-જુદા ભાગમાં મોકલવામાં આવશે. જ્યાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનનું કામ શરૂ કરવામાં આવશે. સરકારે સીરમને ઓક્સફોર્ડની કોવિડ-19 વેક્સિન કોવિશીલ્ડના 1.1 કરોડ ડોઝ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે.
A total of 8 flights will transport Covishield vaccine from Pune International Airport to 13 different locations today. The first flight will leave for Delhi airport: Sandip Bhosale, MD of SB Logistics, the company handling air transportation of the vaccine from Pune airport https://t.co/1ihftsPjza
— ANI (@ANI) January 12, 2021
The first consignment of the vaccine has been dispatched from the facility of Serum Institute of India here. We have made elaborate security arrangements: Namrata Patil, DCP (Zone 5), Pune https://t.co/yuh7UPAGtd pic.twitter.com/fhPzln7jd7
— ANI (@ANI) January 11, 2021
6 કરોડથી વધુ ડોઝનો ઓર્ડર
દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થનારા રસીકરણ અભિયાન પહેલા સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક પાસે કોવિડની રસીના છ કરોડથી વધુ ડોઝ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડરની કુલ કિંમત આશરે 1300 કરોડ રૂપિયા થશે. સૂત્રોએ જણાવ્યું કે, સરકારે ભારત બાયોટેકને 55 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે, જેની કિંમત 162 કરોડ રૂપિયા છે. સરકારે એસઆઈઆઈને ઓક્સફોર્ડની કોરોના વેક્સિન કોવિશીલ્ડના 1.1 કરોડ ડોઝ ખરીદવાનો સોમવારે ઓર્ડર આપ્યો હતો.
આ પણ વાંચોઃ PM મોદીએ કહ્યું- ભારતની બંને રસી અન્ય દેશો કરતાં સસ્તી, પહેલાં કોરોના વોરિયર્સને અપાશે રસી
પહેલા કોને આપવામાં આવશે રસી
મુખ્યમંત્રીઓ સાથે સોમવારે થયેલી બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, વેક્સિનેશનના બીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના તમામ લોકો અને 50 વર્ષથી નીચેની ઉંમરના બીમાર લોકો જેને સંક્રમણનો વધુ ખતરો છે, તેને રસી લગાવવામાં આવશે. આ રસીકરણ અભિયાનમાં સૌથી મહત્વ તેની ઓળખ અને મોનીટરિંગનું છે જેને રસી લગાવવાની છે. બૂથ સ્તર સુધીની રણનીતિને અમલમાં લાવવાની છે.
તેમણે કહ્યું, આપણા જે સફાઈ કર્મચારી છે, બીજા ફ્રંટ લાઇન વર્કર્સ છે, સૈન્ય દળ છે, પોલીસ અને કેન્દ્રીય દળ છે, હોમગાર્ડસ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વોલેન્ટિયર્સ સહિત સિવિલ ડિફેન્સના જવાન છે, કન્ટેઇનમેન્ટ અને સર્વેલાન્સ સાથે જોડાયેલા કર્મચારીઓને પ્રથમ તબક્કામાં રસી લગાવવામાં આવશે. ત્રણ કરોડ સંખ્યા ફ્રંટ લાઇન વર્કર્સની છે. તેના વેક્સિનેશન પર આવનારો ખર્ચ રાજ્ય સરકારોએ વહન કરવાનો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે