પહેલાં પ્રેમિકાને ફટકારી બાદમાં SUV કાર ચડાવી, સીનિયર બ્યુરોક્રેટના બગડેલા દીકરાનું કારસ્તાન

Social Media Influencer: ઘટના બાદ તે આરોપી બોયફ્રેન્ડ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા પોલીસ પાસે ગઈ હતી. પોલીસે કેસ નોંધવાનો ઈન્કાર કર્યા પછી પીડિતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેની સાથે ઘટેલી ઘટના શેર કરી હતી. આ મામલો વાયરલ થતાં આખરે પોલીસે ગુનો નોંધ્યો હતો.

પહેલાં પ્રેમિકાને ફટકારી બાદમાં SUV કાર ચડાવી, સીનિયર બ્યુરોક્રેટના બગડેલા દીકરાનું કારસ્તાન

Thane Tragedy: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં દિલઘડક કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના MSRDCના મેનેજિંગ ડિરેક્ટરના પુત્રએ તેની ગર્લફ્રેન્ડને SUV કારથી કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના બાદ થાણેમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પ્રિયા સિંહ નામની યુવતીએ તેના બોયફ્રેન્ડ અશ્વજીત ગાયકવાડ પર ગંભીર આરોપ લગાવીને પોલીસમાં કેસ દાખલ કર્યો છે. આ મામલાની તપાસ કરતી વખતે પોલીસે સંબંધિત આરોપીઓ સામે નોટિસ મોકલી છે. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

થાણેના રહેવાસી અશ્વજિત ગાયકવાડ અને પ્રિયા સિંહ છેલ્લા સાડા ચાર વર્ષથી પ્રેમમાં છે. થોડા સમય પહેલા પ્રિયા સિંહને ખબર પડી હતી કે અશ્વજિત પહેલેથી જ પરિણીત છે. આમ છતાં તેમનો સંબંધ ચાલુ રહ્યો હતો. સોમવારે મોડી રાત્રે પ્રિયા સિંહ થાણેના ઘોડબંદર વિસ્તારમાં આવેલી એક હોટલ પાસે તેના બોયફ્રેન્ડને મળવા ગઈ હતી. તેણે અશ્વજિતને તેની પત્ની સાથે જોયો પછી તેનો ગુસ્સો ફાટી નીકળ્યો.

માર મારવાની સાથે કારથી કચડી નાખવાનો પ્રયાસ 
આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પછી અશ્વજિત, તેના મિત્રો રોમિલ પાટીલ અને સાગરે પ્રિયા સિંહની મારપીટ કરી હતી અને તેને કાર વડે કચડી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ અકસ્માતમાં પીડિત ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેના એક પગનું હાડકું પણ તૂટી ગયું હતું. પીડિત યુવતી પ્રિયા સિંહ આરોપી બોયફ્રેન્ડ વિરુદ્ધ કેસ નોંધાવવા કાસરવડવલી પોલીસ સ્ટેશન પહોંચી હતી.

પીડિતાએ સોશિયલ મીડિયા પર જણાવી અગ્નિપરીક્ષા 
ઉચ્ચ અધિકારીઓના દબાણને કારણે પોલીસે આ કેસ નોંધ્યો ન હતો. આ પછી પીડિતા ત્યાંથી નીકળી ગઈ અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. પીડિતાએ લખ્યું કે આરોપી અશ્વજિત ગાયકવાડના ઘણા નેતાઓ સાથે સંબંધો છે. તેના પિતા અનિલ કુમાર ગાયકવાડ MSRDCના મેનેજિંગ ડિરેક્ટર છે, જેના કારણે પોલીસે આ કેસ નોંધ્યો નથી. પીડિતાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જ્યારે પોલીસ દબાણમાં આવી તો તેણે કેસ નોંધ્યો. દરમિયાન, પીડિત છોકરી થાણેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી
આ મામલાની વધુ માહિતી આપતાં સ્થાનિક પોલીસ ડીસીપી અમર સિંહ જાધવે જણાવ્યું કે આ ઘટના સોમવારે સવારે 4 વાગ્યે બની હતી. જ્યારે આરોપી અને પીડિતા વચ્ચે ઘોડબંદરની એક હોટલની બહાર મારામારી થઈ હતી. આ પછી તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. ત્રણેય આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news