પુલવામાઃ પોલીસ સ્ટેશન પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 8 નાગરિક ઘાયલ
સુરક્ષા દળોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારને ઘેરી લઈને પરિસ્થિતિને વધુ વણસતી અટકાવી હતી
Trending Photos
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં મંગળવારે એક પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને આતંકીઓ દ્વારા કરવામાં આવેલા એક ગ્રેનેડ હુમલામાં 8 નાગરિક ઘાયલ થઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓએ ગ્રેનેડ પોલીસ સ્ટેશન પર ફેંક્યો હતો, પરંતુ તે સડકના કિનારે જ પડી ગયો હતો. આ વિસ્ફોટમાં અહીંથી પસાર થઈ રહેલા 8થી વધુ નાગરિકો ઘાયલ થઈ ગયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાખોરોને શોધી કાઢવા માટે સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હજુ ગઈકાલે સોમવારે પુલવામામાં જ આતંકીઓ દ્વારા સેનાના વાહનને નિશાન બનાવીને IED વિસ્ફોટ કરાયો હતો. અરિહાલ-પુલવામા રોડ પર રાષ્ટ્રીય રાયફલ્સના પેટ્રોલિંગ વ્હિકલ કરાયેલા આ હુમલામાં 9 સુરક્ષા કર્મચારી અને બે નાગરિક ઘાયલ થયા હતા.
અનંતનાગમાં જૈશનો આતંકી ઠાર મરાયો
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મંગળવારે સુરક્ષા દળો સાથે થયેલી એક અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો આતંકી અને તેનો એક સાથીદાર ઠાર મરાયો હતો. પુલવા હુમલામાં ઉપયોગ કરવામાં આવેલી એક કાર આ આતંકીએ ઉપલબ્ધ કરાવી હતી. પોલીસ અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, સવારે દક્ષિણ કાશ્મીર જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આ અભિયાનમાં એક સૈનિક પણ શહીદ થયો હતો.
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે