મોટા આતંકી હુમલાની ફિરાકમાં છે આતંકીઓ, સફરજનના બગીચામાં તૈયાર થયો દિલ્હીની તબાહીનો પ્લાન
જૈશ કમાન્ડર અબુ ઉસ્માને આ વારદાતને અંજામ આપવા માટે 3 આતંકીઓ સાથે મીટિંગ પણ કરી લીધી છે. સુરક્ષાદળોને મળેલી માહિતી મુજબ લગભગ 5-6 દિવસ અગાઉ આતંકી અબુ ઉસ્માને બાંદીપોર જિલ્લાના પીએસ હાજિન સેક્ટરમાં મીર મહોલ્લા સ્થિત એક સફરજનના બગીચામાં પોતાના સાથીઓ સાથે બેઠક કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી ખાસ દરજ્જો હટ્યા બાદ ધૂંધવાયેલા પાકિસ્તાનનું આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ દેશની રાજધાની દિલ્હી અને જમ્મુમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે. જૈશ કમાન્ડર અબુ ઉસ્માને આ વારદાતને અંજામ આપવા માટે 3 આતંકીઓ સાથે મીટિંગ પણ કરી લીધી છે. સુરક્ષાદળોને મળેલી માહિતી મુજબ લગભગ 5-6 દિવસ અગાઉ આતંકી અબુ ઉસ્માને બાંદીપોર જિલ્લાના પીએસ હાજિન સેક્ટરમાં મીર મહોલ્લા સ્થિત એક સફરજનના બગીચામાં પોતાના સાથીઓ સાથે બેઠક કરી હતી. જેમાં ઉસ્માને જાહેરાત કરી કે કાશ્મીરના લોકો જલદી જમ્મુ અને દિલ્હીમાં એક મોટા હુમલાના ખુશખબર સાંભળશે. ઉસ્માને દાવો કરતા કહ્યું કે અમારા પાંચ ભાઈઓ પહેલેથી આ સ્થળોએ પહોંચી ચૂક્યા છે.
આ દરમિયાન આતંકી ઉસ્માન સાથેના અન્ય બે લોકો સનાઈપર રાઈફલ અને એકે-47, પિસ્તોલ અને ગ્રેનેડથી લેસ હતાં. મોહમ્મદના ત્રણથી ચાર તાલિમબદ્ધ ગ્રુપને કરો યા મરોનું કામ આપીને દિલ્હી, કાશ્મીર અને પંજાબ મોકલાયા છે. ગુપ્તચર એજન્સીઓએ આતંકીઓની વાતચીતના જે કોડ ઈન્ટરસેપ્ટ કર્યા છે તેમાં દીવાળીના ફટાકડા, કાશ્મીરી સફરજનોનો દિલ્હીમાં સપ્લાય જેવી વાતો સામેલ છે.
મળતી માહિતી મુજબ દિલ્હીની તબાહીનો આ સીક્રેટ પ્લાન પાંચ દિવસ અગાઉ લગભગ 900 કિમી દૂર કાશ્મીરના સફરજનના બગીચામાં તૈયાર થયો છે. જેને જમ્મુ કાશ્મીર કમાન્ડર અબુ ઉસ્માને તૈયાર કર્યો અને સીક્રેટ પ્લાનનું નામ ડી રખાયું છે. ગુપ્તચર એજન્સીઓના અહેવાલ મુજબ કાશ્મીરના બાંદીપુરા જિલ્લામાં આવેલા આ સફરજનના બગીચામાં પાંચ દિવસ પહેલા જૈશના પાકિસ્તાની ટ્રેઈન્ડ આતંકીઓની સીક્રેટ મીટિંગ થઈ હતી. આ ઈનટપુટને જમ્મુ કાશ્મીર પોલીસ, સીઆરપીએફ, બીએસએફ અને દિલ્હી પોલીસ સાથે શેર કરાયું છે.
જુઓ LIVE TV
ઈનપુટ મળ્યા બાદ સુરક્ષા ચુસ્ત કરવાના આદેશ અપાયા છે. મળેલી માહિતી મુજબ આતંકીઓમાં કાશ્મીરી, અફઘાની અને બે પાકિસ્તાની યુવક સામેલ છે. તેમની ટોળીમાં ફિદાયીન પણ છે. આત્મઘાતી ટુકડીને સુરક્ષિત સ્થળોથી ઘૂસણખોરી કરાવવામાં આવી છે. તેમના નિશાના પર પીએમ મોદી, અમિત શાહ, અજિત ડોભાલ જેવી હસ્તીઓના કાફલા પણ છે. તેઓ પુલવામા જેવા હુમલા, કંદહાર વિમાન અપરહણ કાંડ અને મુંબઈ હુમલા જેવા ટારગેટ લઈને આવ્યાં છે. આતંકીઓની નજર દિલ્હી, હિંડન એરબેસ, જમ્મુ, પઠાણકોટ, શ્રીનગર અને લેહ પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે