LAC પર તણાવ: હાઇ એલર્ટ પર નૌકાદળ, દરિયાઈ સીમા પર તૈનાત યુદ્ધ જહાજ

લદ્દાખમાં ભારત-ચીન પર તણાવના માહોલને જોઇ નૌકાદળનો પશ્ચિમ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. યુદ્ધ જહાજો, વાહક જહાજો અને તમામ યુદ્ધ જહાજોને નૌકાદળની સીમાઓ પર રવાના કરવામાં આવ્યા છે. ભારતીય નૌસેનાએ ચીન માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અરબી સમુદ્ર પર નજર રાખી છે.
LAC પર તણાવ: હાઇ એલર્ટ પર નૌકાદળ, દરિયાઈ સીમા પર તૈનાત યુદ્ધ જહાજ

મુંબઇ: લદ્દાખમાં ભારત-ચીન પર તણાવના માહોલને જોઇ નૌકાદળનો પશ્ચિમ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. યુદ્ધ જહાજો, વાહક જહાજો અને તમામ યુદ્ધ જહાજોને નૌકાદળની સીમાઓ પર રવાના કરવામાં આવ્યા છે. ભારતીય નૌસેનાએ ચીન માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અરબી સમુદ્ર પર નજર રાખી છે.

ગલવાન ખાડીમાં ભારતીય અને ચીન સેના વચ્ચે સોમવાર રાતે હિંસક સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ ઉદ્દભવી છે. ભારતીય સેનાએ ઓરેન્જ એલર્ટ જાહેર કરતા સેનાને તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આઇટીબીપીના જવાનોને 40 એડવાન્સ બોર્ડર પોસ્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત પૂર્વ કમાન્ડને તૈયાર રહેવાના આદેશ પણ કર્યા છે. અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળના પશ્ચિમ કાફલાને કડક નજર રાખીને તૈનાત કરવામાં આવી છે. પશ્ચિમ કાફલાને જરૂરિયાત પડવા પર પૂર્વ કમાન્ડની સાથે રહયોગ કરવાના આદેશ આપ્યા છે.

તમને જણાવી દઇએ કે, ચીનના ચીનના ઘણા માલવાહક જહાજો અરબી સમુદ્ર દ્વારા મુસાફરી કરે છે. પાકિસ્તાનના ગ્વાદર બંદરનો પણ ઉપયોગ થાય છે, તેથી વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી પશ્ચિમ કમાન્ડ માટે મહત્વપૂર્ણ એવા આ માર્ગ પર ભારતીય નૌસેનાએ ઓરેન્જ એલર્ટની ગંભીરતાને જોઈ પોતાના યુદ્ધ જહાજ વિક્રમાદિત્યને એડવાન્સ વિસ્તારમાં તૈનાત કર્યા છે.

મુંબઇના બંદરો પર રહેતા યુદ્ધ જહાજોને ભારતીય દરિયાઇ સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, યુદ્ધ જહાજોને ત્રણ જુદા જુદા ચક્રમાં ભારતીય સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news