Telangana CM Remarks on Constitution: દેશમાં નવુ બંધારણ લખવાની જરૂર, તેલંગણાના મુખ્યમંત્રી કેસી રાવનું વિવાદિત નિવેદન

Telangana CM Remarks On Constitution: તેલંગણાના મુખ્યમંત્રી કેસી રાવે નવા બંધારણનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ કે, નવા વિચાર અને નવું બંધારણ લાવવું જોઈએ. 

Telangana CM Remarks on Constitution: દેશમાં નવુ બંધારણ લખવાની જરૂર, તેલંગણાના મુખ્યમંત્રી કેસી રાવનું વિવાદિત નિવેદન

હૈદરાબાદઃ તેલંગણાના (Telangana) કેસી રાવે (KC Rao) વિવાદિત નિવેદન આપ્યું છે. કેસી રાવે કહ્યુ કે બંધારણને ફરી લખવાની જરૂર છે. નવું બંધારણ (New Constitution) લાવવું જોઈએ. તેમણે કહ્યું કે, હું આ માટે શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેને મળવા જઈ રહ્યો છું.

મુખ્યમંત્રી કેસી રાવે કરી જાહેરાત
તેલંગણાના મુખ્યમંત્રી કેસી રાવે કહ્યુ કે, દેશમાં નેતૃત્વ પરિવર્તનની જરૂર છે. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સાથે આ મુદ્દે વાત કરવા માટે મુંબઈ જઈ રહ્યો છું. આપણે ફરી બંધારણ લખવું પડશે. નવો વિચાર, નવું બંધારણ લાવવું જોઈએ. 

— ANI (@ANI) February 2, 2022

TRS સાંસદોએ કર્યો હતો રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર
મહત્વનું છે કે આ પહેલાં મુખ્યમંત્રી કેસી રાવની પાર્ટી ટીઆરએસના સાંસદોએ સંયુક્ત સત્રમાં બજેટ રજૂ થતાં પહેલા થયેલા રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પહેલાં તેલંગણાના મુખ્યમંત્રી કેસી રાવે પોતાની પાર્ટીના સાંસદો સાથે બેઠક કરી હતી અને તેમને કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું કહ્યું હતું. ટીઆરએસ સાંસદોએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે ફંડ આપવાના મામલામાં તેલંગણા સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. 

સામાન્ય બજેટની કરી આલોચના
તેલંગણાના મુખ્યમંત્રીએ મંગળવારે રજૂ થયેલા બજેટ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેલંગણાના મુખ્યમંત્રીએ બજેટને ઝીરો ગણાવ્યું છે. તેમણે કહ્યું કે બજેટમાં કિસાનો, ગરીબો અને નોકરીયાત વર્ગ માટે કંઈ નથી. 

ઉલ્લેખનીય છે કે 119 સીટોવાળી તેલંગણા વિધાનસભામાં મુખ્યમંત્રી કેસી રાવની પાર્ટી ટીઆરએસની બે-તૃતિયાંશથી વધુ બહુમતી છે. હાલમાં મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે તેમની પાર્ટી ટીઆરએસ આગામી વિધાનસભા ચૂંટણીમાં 95થી 105 સીટ જીતશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news