Tata Projects Limited બનાવશે દેશની નવી સંસદ, 862 કરોડમાં મળ્યો કોન્ટ્રાક્ટ

કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ તરફથી કહેવામાં આવ્યું કે, આ યોજના પૂરી થાય ત્યાં સુધી હાલની સંસદમાં કામકાજ થતું રહેશે. માનવામાં આવી રહ્યું છે કે હવે સંસદના ચોમાસુ સત્રની સમાપ્તિ બાદ નવા ભવનનું કામ શરૂ થશે. 
 

Tata Projects Limited બનાવશે દેશની નવી સંસદ, 862 કરોડમાં મળ્યો કોન્ટ્રાક્ટ

નવી દિલ્હીઃ કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (Central Public Works Department)એ નવા સંસદ ભવનના નિર્માણ માટે બોલીઓ લગાવવા માટે આમંત્રણ આપ્યું હતું. ટાટા પ્રોજેક્ટ લિમિટેડે 861.90 કરોડ રૂપિયા જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ (Larson and Turbo Ltd)એ 865 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, બોલી પ્રક્રિયામાં ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ (Tata Projects Limited)એ બાજી મારી લીધી છે. હવે તે 861.90 કરોડ રૂપિયામાં નવી સંસદનું નિર્માણ કરશે. 

ઉલ્લેખનીય છે કે નવા સંસદ ભવનના નિર્માણ માટે ઉત્તર પ્રદેશ રાજકીય નિર્માણ નિગમ લિમિટેડ સહિત સાત કંપનીઓએ પાત્રતા નકલ જમા કરાવી હતી. કેન્દ્રીય લોક નિર્માણ વિભાગના ઓનલાઇન અરજી પોર્ટલ અનુસાર આ કંપનીઓમાં ટાટા પ્રોજેક્ટ લિ, લાર્સન એન્ડ ટૂર્બો લિ, આઈટીડી સીમેન્ટેશન ઈન્ડિયા લિ, એનસીસી લિ, શપૂરજી પલોનજી એન્ડ કંપની પ્રાઇવેટ લિ, ઉત્તર પ્રદેશ રાજકીય નિર્માણ નિગમ લિ, અને પીએસપી પ્રોજેક્ટ્સ લિ સામેલ હતા. 

અરજીનું આમંત્રણ આપતી નોટિસમાં કહેવામાં આવ્યું કે સેન્ટ્રલ વિસ્તા પુનર્વિકાસ પરિયોજના (Central Vista redevelopment project) હેઠળ હાલના સંસદ ભવનની પાસે નવી ઈમારતનું નિર્માણ કરવામાં આવશે. તેનું કામ 21 મહિનામાં પૂરુ થવાનું અનુમાન છે. તેના પર 889 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની મુખ્ય નિર્માણ એજન્સી સીપીડબ્લ્યૂએ કહ્યું હતું કે, નવી બિલ્ડિંગનું નિર્માણ પાર્લામેન્ટ હાઉસ એસ્ટેટની જમીન સંખ્યા 118 પર કરવામાં આવશે. 

આ લોકોએ દિલ્હીમાં ભડકાવી હતી હિંસા, સ્પેશિયલ સેલની ચાર્જશીટમાં ખુલાસો  

કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ તરફથી કહેવામાં આવ્યું કે, આ યોજના પૂરી થાય ત્યાં સુધી હાલની સંસદમાં કામકાજ થતું રહેશે. માનવામાં આવી રહ્યું છે કે હવે સંસદના ચોમાસુ સત્રની સમાપ્તિ બાદ નવા ભવનનું કામ શરૂ થશે. કેટલાક રિપોર્ટોમાં કહેવામાં આવ્યું છે કે નવા ભવનમાં સાંસદોના બેસવા માટે 900 સીટો હશે, જ્યારે સંયુક્ત સત્રમાં 1350 સાંસદોની બેસવાની વ્યવસ્થા હશે. 2022 જુલાઈ મહિનામાં યોજાનાર ચોમાસુ સત્રનું આયોજન નવી સંસદમાં કરવાની તૈયારી છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news