દેશના સૌથી વયોવૃદ્ધ સક્રિય રાજનેતાઓમાંથી એક હતા કરૂણાનિધિ, 5 વખત રહ્યાં સીએમ
કરૂણાનિધિ વિશ્વના તે કેટલાક નેતાઓમાં સામેલ હતા જેમણે જીવનના 90 વસંત જોયા બાદ રાજનીતિમાં સક્રિયતા બનાવી રાખી અને અંતિમ સમય સુધી પોતાના કામમાં લાગ્યા રહ્યાં.
Trending Photos
નવી દિલ્હીઃ કરૂણાનિધિ વિશ્વના તે કેટલાક નેતાઓમાં સામેલ હતા જેમણે જીવનના 90 વસંત જોયા બાદ રાજનીતિમાં સક્રિયતા બનાવી રાખી અને અંતિમ સમય સુધી પોતાના કામમાં લાગ્યા રહ્યાં.
કરૂણાનિધિનો જન્મ 3 જૂન 1924ના થયો હતો. જૂન મહિનામાં જ તેમણે પોતાના 94મો જન્મદિવસ ઉજવ્યો. 33 વર્ષની ઉંમરમાં 1957માં પ્રથમવાર વિધાનસભા પહોંચ્યા. ત્યારબાદ આગળ વધતા જ ગયા. 1969માં સીએન અન્નાદુરૈના મોત બાદ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા. તેઓ 1969માં રાજ્યના ત્રીજા અને પ્રથમવાર મુખ્યપ્રધાન બન્યા.
તેઓ તમિલનાડુમાં 5 વાર (1969–71, 1971–76, 1989–91, 1996–2001 અને 2006–2011) સુધી મુખ્યપ્રધાન પણ રહ્યાં. તેઓ અંતિમ શ્વાસ સુધી ધારાસભ્ય રહ્યાં અને 2016માં શિરૂવરૂરથી વર્તમાન ડેપ્યુટી સીએમ ઓ પનીરસેલ્વમને હરાવીને વિધાનસભા પહોંચ્યા હતા.
સદીની ખૂબ નજીક પહોંચ્યા છતા રાજનીતિમાં સક્રિય કરૂણાનિધિની યાદશક્તિ અત્યાર સુધી બરકરાર રહી અને પાર્ટી સાથે જોડાયેલા દરેક નિર્ણય પર તેમની નજર રહેતી હતી.
કરૂણાનિધિની જેમ દેશની વર્તમાન રાજનીતિમાં કેરલના પૂર્વ મુખ્યપ્રધાન અને સીપીઆઈએણના નેતા 94 વર્ષીય વીએસ અચ્યુતાનંદન (20 ઓક્ટોબર, 1923) પણ સક્રિય છે. તેઓ આશરે 80 વર્ષથી રાજનીતિમાં સક્રિય છે અને 2003થી 2011 સુધી રાજ્યના મુખ્યપ્રધાન રહ્યાં.
પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશ સિંહ બાદલ પણ આ સમયે 90 વર્ષના છે અને ગત વર્ષ સુધી રાજ્યના મુખ્યપ્રધાન રહ્યાં હતા. તેઓ આ પદ પર ચાર વખત રહ્યાં.
આ સિવાય એલ કે અડવાણી પણ તેવા નેતા છે જે 90ને પાર છે અને રાજનીતિમાં સક્રિય છે. વર્તમાનમાં તેઓ ગુજરાતના ગાંધીનગરથી સાંસદ છે અને સક્રિય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે