Corona Update: દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ અને મૃત્યુનો આંકડો, હવે તમિલનાડુમાં પણ લોકડાઉન જાહેર

દેશભરમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જેને પગલે હવે એક પછી એક રાજ્યો લોકડાઉનની દિશામાં આગળ વધી રહ્યા છે. હવે તમિલનાડુ સરકારે રાજ્યમાં બે અઠવાડિયા માટે લોકડાઉનની જાહેરાત કરી છે.

Corona Update: દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ અને મૃત્યુનો આંકડો, હવે તમિલનાડુમાં પણ લોકડાઉન જાહેર

Complete lockdown in Tamil Nadu: દેશભરમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જેને પગલે હવે એક પછી એક રાજ્યો લોકડાઉનની દિશામાં આગળ વધી રહ્યા છે. હવે તમિલનાડુ સરકારે રાજ્યમાં બે અઠવાડિયા માટે લોકડાઉનની જાહેરાત કરી છે. સરકારના જણાવ્યાં મુજબ રાજ્યમાં 10 મેથી બે અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉની જાહેરાત કરાઈ છે. આ બાજુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી 4 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. 

એક જ દિવસમાં 4 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 4,01,078 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,18,92,676 પર પહોંચી ગયો છે. જ્યારે 1,79,30,960 લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. હાલ દેશમાં 37,23,446 લોકો સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 4187 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 2,38,270 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ 16,73,46,544 લોકોનું રસીકરણ કરાયું છે. 

Total cases: 2,18,92,676
Total discharges: 1,79,30,960
Death toll: 2,38,270
Active cases: 37,23,446

Total vaccination: 16,73,46,544 pic.twitter.com/QRK5bnwMkO

— ANI (@ANI) May 8, 2021

ગોવામાં તાળાબંધી
આ અગાઉ ગઈ કાલે શુક્રવારે ગોવા અને કર્ણાટકે પણ લોકડાઉનની જાહેરાત કરી. ગોવામાં 9 મેથી 23 મે સુધી રાજ્ય સ્તરે કર્ફ્યૂ લગાવવામાં આવશે. ગોવામાં રાજ્યવ્યાપી લોકડાઉનની (Goa Lockdown) જાહેરાત કરવામાં આવી છે. જોકે સરકારે તેને કર્ફ્યુનું નામ આપ્યું છે. આદેશ મુજબ રાજ્યમાં આગામી 9 મેથી આગામી 15 દિવસ એટલે કે 23 મે સુધી કડક કર્ફ્યૂ રહેશે. આ સમયગાળા દરમિયાન ફક્ત તબીબી પુરવઠો સહિત આવશ્યક સેવાઓની મંજૂરી આપવામાં આવશે અને આશ્ચર્યજનક દુકાનો સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ખુલી શકશે. આ ઉપરાંત સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ્સના ટેકઅવે ઓર્ડર માટે પરવાનગી આપવામાં આવી છે.

કર્ણાટકમાં પણ સંપૂર્ણ લોકડાઉન
કર્ણાટકમાં પણ પૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. શુક્રવારે પ્રદેશના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આ અંગે મહત્વની જાણકારી આપી. તેમણે કહ્યું કે 10મેથી લઈને 24 મે સુધી કર્ણાટકમાં પૂર્ણ લોકડાઉન રહેશે. આ દરમિયાન જરૂરી સેવાઓને બાદ કરતા કોઈ પણ છૂટ રહેશે નહીં. લોકોને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી રહેશે નહીં. 

રાજસ્થાન પર સંપૂર્ણ બંધ
એક દિવસ અગાઉ ગુરુવારે રાજસ્થાનમાં પણ પૂર્ણ લોકડાઉનની જાહેરાત થઈ ચૂકી છે. પ્રદેશના સીએમ અશોક ગેહલોતે આ અંગે જાહેરાત કરી. તેમણે કહ્યું કે રાજ્યમાં 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે. રાજસ્થાનમાં 10થી 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જે હેઠળ બજાર સંપૂર્ણ બંધ રહેશે. જો કે જરૂરી સેવાઓની અવરજવર પર છૂટ રહેશે. આ અગાઉ કોંગ્રેસ પાર્ટી તરફથી કેન્દ્ર પાસે રાષ્ટ્રીય લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. 

— ANI (@ANI) May 8, 2021

કેરળમાં લોકડાઉન
કેરળમાં 8 મેથી લઈને 16મીના સવારે 6 વાગ્યા સુધી લોકડાઉનની જાહેરાત કરાઈ છે. આ જાહેરાત કેરળના સીએમ પિનારાઈ વિજયને કરી. સીએમ વિજયને કેરળની સ્થિતિને ગંભીર ગણાવી છે અને કહ્યું કે કોવિડની વૃદ્ધિને રોકવા માટે કડક પગલાં લેવા પડશે. 

પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ
ત્રીજીવાર બંગાળના સીએમ બનતા મમતા બેનર્જીએ રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવ્યા છે. તેમણે કહ્યું કે સંક્રમણને જોતા લોકલ ટ્રેનોની અવરજવર રોકવાનો નિર્ણય લેવાયો છે. દુકાનો પણ કેટલાક કલાકો માટે જ ખુલશે. આ ઉપરાંત શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સિનેમા હોલ્સ, બ્યૂટી પાર્લર બંધ રહેશે. આ ઉપરાંત કેટલાક અન્ય પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. 

આ રાજ્યો સિવાય યુપી-બિહાર સહિત અને રાજ્યોમાં આકરા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news