તાલ ઠોક કે: હિંદુઓ વિરૂદ્ધ 'જેહાદી એજન્ડા' ક્યાં સુધી? કંગના રનૌતએ PM ને કરી આ અપીલ

હું માનનીય વડાપ્રધાનમંત્રીજીને અપીલ કરું છું કે પંડિતોને કાશ્મીર પરત મોકલવામાં આવે અને તેમને તેમની જમીન આપવામાં આવે અને ત્યાં હિંદુઝ્મની ફરીથી સ્થાપના કરવામાં આવે. અજય પંડિતાજીનું બલિદાન વ્યર્થ ન જવું જોઇએ. 

તાલ ઠોક કે: હિંદુઓ વિરૂદ્ધ 'જેહાદી એજન્ડા' ક્યાં સુધી? કંગના રનૌતએ PM ને કરી આ અપીલ

નવી દિલ્હી: ના કોઇ તક્તી, ના કોઇ મીણબત્તી, ના કોઇ ગુસ્સો, ના કોઇ કેન્ડલ માર્ચ, ના સંવિધાન ખતરામાં, ના લોકતંત્રની દુહાઇ, અજય પંડિતાની મોત પર એટલો સન્નાટો કેમ છે ભાઇ! કંગના રનૌતને એમ જ ક્વીન થોડી કહેવામાં આવે છે. ખરેખર ક્વીન છે. ખરેખર કંગનાએ જે કહ્યું તેને સેક્યુલર ગેંગનો પર્દાફાશ કર્યો. કેવી રીતે સેક્યુલેરિઝની આડમાં દેશમાં જેહાદી એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. અને કેવી રીતે એક લોબી ગેંગને ધર્મ આપીને ગુસ્સો આવે છે. 

અભિનેત્રી કંગના રનૌતએ એક વીડિયો જાહેર કરી સેક્યુલર ગેંગ પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે આ પ્રકારના પ્રચારને આપણે મોટાભાગે જોઇએ છીએ જે પણ આપણી ફિલ્મ ઇંડસ્ટ્રીના હોનહાર કલાકાર છે અથવા જે આ દેશમાં પોતાને બુદ્ધિજીવી કહે છે, મોટાભાગે આ પ્રકારે કાર્દ લઇને હાથમાં મીણબત્તી લઇને, પત્થર લઇને, પેટ્રોલ બોમ્બ લઇને રસ્તા પર નિકળી જાય છે. દેશને સળગાવાઅ માટે અથવા કોઇ મુદ્દાને આંતરરાષ્ટ્રીય બનાવવા માટે જો તેમની માનવતા ત્યારે ફૂટી પડે જ્યારે તેમની પાછળ જેહાદી એજન્ડા હોય.  

પરંતુ કોઇ બીજાને ન્યાય અપાવવો હોય તો તેમના મોંઢામાંથી ચૂં કે ચા નિકળતી નથી. જે પ્રકારે વરૂ, વરૂની ખાલમાં છુપાયેલા હોય છે. તે પ્રકારે જેહાદી એજન્ડાવાળા લોકો જે છે સેક્યુલરિઝમની ખાલમાં છુપાયેલા હોય છે. હિંદુઓને સેક્યુલરિઝમ શિખવાડે છે એટલે કે રિવર્સ સાઇકોલોજીની પણ હદ હોય છે.

આ સત્ય છે ઇતિહાસ તેનો સાક્ષી છે કે જ્યાં હિંદુ નહી ત્યાં સેક્યુલરિઝમ પણ નથી. તો હું માનનીય વડાપ્રધાનમંત્રીજીને અપીલ કરું છું કે પંડિતોને કાશ્મીર પરત મોકલવામાં આવે અને તેમને તેમની જમીન આપવામાં આવે અને ત્યાં હિંદુઝ્મની ફરીથી સ્થાપના કરવામાં આવે. અજય પંડિતાજીનું બલિદાન વ્યર્થ ન જવું જોઇએ. 

તમને જણાવી દઇએ કે કાશ્મીર પંડિત સરપંચ અજય પંડિતાને હત્યાને લઇને ગજબનો સન્નાટો છે. એકદમ સન્નાટો છે. સેક્યુલર ચુપ્પી છે. અહીં સુધી કે આતંકવાદીઓના મરે તો માતમ મનાવનાર લોબી કાશ્મીર પંડિતની હત્યા પર ચૂપ છે. 

આખે શું કારણ છે? જેના સેક્યુલર ગેંગને મૌલાના અદની ધરપકડ પર ગુસ્સો આવે છે. તોફાની તત્વોની ધરપકડ પર ગુસ્સો આવે છે. અહીં સુધી કે આતંકવાદીના મોત પણ પણ ગેંગ માતમ મનાવે છે. તેના માટે સંવિધાન ખતરામાં આવી જાય છે. મીણબત્તી ગેંગ રસ્તા પર નિકળે છે. તખ્તી ગેંગ તખ્તી લઇને પોતાનો એજન્ડા ચાલે છે. પરંતુ જ્યારે પાલઘરમાં સાધુ-સંતોની હત્યા થાય છે, કેરલમાં હિંદુઓની લિંચિંગ થાય છે અથવા કાશ્મીરમાં કાશ્મીરી પંડિતની હત્યા થાય છે ત્યારે આ ગેંગ કોઇ દરમાં જઇને સંતાઇ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news