J&K: પુલવામા જેવી ઘટનાને અંજામ આપવાનો પ્રયત્ન, સુરક્ષા દળે આતંકી ષડયંત્રને કર્યું નિષ્ફળ
જમ્મૂ અને કાશ્મીરમાં તૈનાત સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ દ્વારા રચવામાં આવેલું એક મોટુ ષડયંત્ર નિષ્ફળ કરવામાં આવ્યું છે. આ વખતે આતંકવાદીઓ આ ષડયંત્રને જમ્મૂ-રાજૌરી હાઇવે પર અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરમાં તૈનાત સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ દ્વારા રચવામાં આવેલું એક મોટુ ષડયંત્ર નિષ્ફળ કરવામાં આવ્યું છે. આ વખતે આતંકવાદીઓ આ ષડયંત્રને જમ્મૂ-રાજૌરી હાઇવે પર અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમય દરમિયાન આતંકવાદીઓના આ ષડયંત્ર વિશે સુરક્ષા દળને ખબર પડી હતી. ત્યારબાદ ભારતીય સૈના, સીઆપીએફ અને જમ્મૂ કાશ્મીર પોલીસની જોઇન્ટ ટીમે આ વિસ્તારમાં ઘેરાબંદી કરી હતી. સ્પોટ પર સુરક્ષા દળોને શંકાસ્પદ આઈઈડી મળ્યો હતો. જેની તપાસ સુરક્ષા દળ કરી રહ્યું છે. શંકાસ્પદ આઈઈડીના મળતા સુરક્ષા દળોએ હાઇવે પર વાહનોના આવવા-જવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘાટીમાં ચાલી રહેલા ઓપરેશન ઓલ આઉટની સફળતાથી આતંકવાદીઓ ખૂબ જ પ્રભાવિત થયા છે. ગત 18 દિવસમાં 18 આતંકવાદીઓને અંજામ સુધી પહોંચ્યા બાદ આતંકવાદી ઘાટીમાં સુરક્ષા દળને નિશાનો બનાવવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. તેમના આ યોજનાઓ અંતર્ગત તેમણે જમ્મૂ-રાજૌરી હાઇવે પર સુરક્ષા દળને નિશાન બનાવવાનું ષડયંત્ર રચ્યું હતું. ષડયંત્ર અંતર્ગત હાઇવેથી પસાર થતા સૈન્ય દળના કાફલાને નિશાન બનાવવાનો હતો. આતંકવાદીઓએ આ ષડયંત્ર 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલાની જેમ પ્લાન બનાવ્યો હતો.
14 ફેબ્રુઆરીએ થયેલા આ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળની સતર્કતાના કારણે આતંકી આ વખતે તેમના ષડયંત્રક્ષને અંજામ આપવામાં નિષ્ફળ રહ્યાં છે. હાઇવેના પેટ્રોલિંગ પર નીકળેલી સુરક્ષા દળોની એક ટુકડીની નજર આ શંકાસ્પદ આઈઈડી પર પડી હતી. ત્યારબાદ આ ટીમે, શંકાસ્પદ આઈઈડીની જાણકારી સુરક્ષા દળના ટોચના અધિકારીઓને કરી હતી.
ત્યારબાદ તાત્કાલીક ધોરણે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ટીમની સાથે મોટી સંખ્યામાં સુરક્ષા દળ સ્થળ પર પહોંચી ગઇ હતી. કોઇપણ પ્રકારની જાનહાનીથી બચવા માટે સૌથી પહેલા સુરક્ષા દળે આ હાઇવે પર સામાન્ય વાહનોના આવવા-જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ આઈઈડીની તપાસ શરૂ કરી હતી. હાલમાં, સુરક્ષા દળ આઈઈડીની તપાસ કરી તેને નિષ્ફળ કરવાના કામમાં લાગ્યા છે.
(ઇનપુટ:Raju Kerni)
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે