શત્રુઘ્ન સિન્હાનું પત્તું કપાશે, પટણા સાહિબથી આ દિગ્ગજ નેતા બનશે BJPના ઉમેદવાર: સૂત્ર

લોકસભા ચૂંટણી નજીક છે અને બિહારમાં રાજકારણમાં ખુબ ગરમાવો આવી ગયો છે. એનડીએમાં સીટોની વહેંચણી અને ઉમેદવારો પર હજુ અધિકૃત કોઈ જાહેરાત થઈ નથી.

શત્રુઘ્ન સિન્હાનું પત્તું કપાશે, પટણા સાહિબથી આ દિગ્ગજ નેતા બનશે BJPના ઉમેદવાર: સૂત્ર

પટણા: લોકસભા ચૂંટણી નજીક છે અને બિહારમાં રાજકારણમાં ખુબ ગરમાવો આવી ગયો છે. એનડીએમાં સીટોની વહેંચણી અને ઉમેદવારો પર હજુ અધિકૃત કોઈ જાહેરાત થઈ નથી. પરંતુ બહુ જલદી આ અંગે જાહેરાત કરવામાં આવશે. હાલમાં જ ભાજપ અને જેડીયુ તરફથી કહેવામાં આવ્યું કે હવે બહુ જલદી સીટ શેરિંગને લઈને વાત સ્પષ્ટ થઈ જશે. કેટલીક સીટોને લઈને પણ ખુબ જોડ તોડનું રાજકારણ રમાઈ રહ્યું છે. જેમાં પટણા સાહિબની સીટ ખુબ મહત્વની છે. 

હાલમાં પટણા સાહિબ બેઠક પરથી ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિન્હા સાંસદ છે, પંરતુ એ વાત લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે કે આ વખતે ભાજપ તરફથી પટણા સાહિબ સીટ પરથી શત્રુઘ્ન સિન્હા ચૂંટણી લડશે નહીં. ઝી ન્યૂઝને ભાજપના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પટણા સાહિબ લોકસભા સીટ પરથી સુશીલકુમાર મોદીને ટિકિટ અપાઈ શકે છે. 

અત્રે જણાવવાનું કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી બાદ શત્રુઘ્ન સિન્હાને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યાં નહતાં. ત્યારબાદ શત્રુઘ્ન સિન્હાએ પોતાની હળવી નારાજગી વ્યક્ત કરી હતી. આ બાજુ અનેક રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમનું નામ સ્ટાર પ્રચારક તરીકે સામેલ કરાયું નહતું. ત્યારબાદથી સિન્હાએ પોતાની નારાજગી ખુલ્લેઆમ દર્શાવવા માંડી હતી. 

Sushil Modi may contest from Patna Sahib seat not Shatrughan Sinha say sources

છેલ્લા એક વર્ષથી તેઓ ભાજપ સરકાર વિરુદ્ધ અનેક અવસરો પર પોતાના નિવેદનો આપી ચૂક્યા છે. જો કે લોકસભા ચૂંટણી નજીક હોવા છતાં શત્રુઘ્ન સિન્હાએ અધિકૃત રીતે કોઈ જાહેરાત કરી નથી કે તેઓ ભાજપ તરફથી ચૂંટણી લડશે કે પછી કોઈ પાર્ટી તરફથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે. 

જો કે શત્રુઘ્ન સિન્હાએ અનેક અવસરો પર એવા સંકેત આપ્યા છે કે તેઓ ભાજપ સિવાય કોઈ અન્ય પાર્ટી જોઈન કરી શકે છે. આ દરમિયાન તેમણે આરજેડી તરફ નીકટતા ખુલ્લેઆમ દર્શાવી હતી અને તેજસ્વી યાદવના ખુલીને વખાણ કર્યા હતાં. ત્યારબાદથી એવી ચર્ચાઓ થઈ રહી છે કે શત્રુઘ્ન સિન્હા લોકસભા ચૂંટણી 2019માં શું નિર્ણય લેવાના છે. 

શત્રુઘ્ન સિન્હાએ પટણા સાહિબ સીટથી જ 2019માં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પરંતુ ભાજપ તરફથી લગભગ એવું સ્પષ્ટ થઈ ગયું છે કે તેમને ભાજપમાંથી ટિકિટ અપાશે નહીં. પટણા સાહિબ સીટ માટે ભાજપના અનેક નેતાઓના નામ સામે આવ્યાં છે. પરંતુ ભાજપના સૂત્રો દ્વારા કહેવાયું છે કે આ સીટ માટે ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીને ટિકિટ અપાઈ શકે છે. 

Sushil Modi may contest from Patna Sahib seat not Shatrughan Sinha say sources

જો કે અત્રે જણાવવાનું કે સુશીલ મોદી એપ્રિલ 2018માં બિહાર વિધાન પરિષદ માટે નામાંકિત થયા હતાં. પરંતુ વર્તમાન સ્થિતિમાં ભાજપ પોતાની રણનીતિમાં ફેરફાર કરી શકે છે. કારણ કે શત્રુઘ્ન સિન્હા પટણા સાહિબથી સતત ચૂંટણી જીતતા આવ્યાં છે. આવામાં તેમના વિરુદ્ધ કોઈ મજબુત ઉમેદવારની જરૂર નિશ્ચિત પણે જણાય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news