પુરીમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

ઓડિશાના જગન્નાથ પુરી રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કોરોનાકાળમાં રથયાત્રાની મંજૂરી નથી. આ યાત્રા 23 જૂનના રોજ નીકળવાની હતી. લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. 

પુરીમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

નવી દિલ્હી: ઓડિશાના જગન્નાથ પુરી (Jagannath Temple) રથયાત્રા (Rath Yatra) પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કોરોનાકાળમાં રથયાત્રાની મંજૂરી નથી. આ યાત્રા 23 જૂનના રોજ નીકળવાની હતી. લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. યાત્રામાં 10થી 12 લાખ લોકો ભેગા થાય તેવી આશા હતીં. આ કાર્યક્રમ લગભગ 10 દિવસ ચાલે છે. 

સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે, લોકોના સ્વાસ્થ્ય માટે આ આદેશ જરૂરી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(CJI)એ કહ્યું કે, જો અમે આ રથયાત્રા માટે મંજૂરી આપીએ તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે. કોરોના મહામારી દરમિયન આ પ્રકારે સમારોહની મંજૂરી આપી શકાય નહીં. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ આદેશ જરૂરી છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટમાં ગત અઠવાડિયે એક એનજીઓએ અરજી દાખલ કરીને કહ્યું હતું કે રાજ્ય સરકાર રથયાત્રા પર રોક લગાવવાના આદેશનો નિર્ણય લઈ શકતી નથી અને રથયાત્રાની તૈયારીનું કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. રથયાત્રામાં લાખો લોકોની ભીડ ઉમટશે. આવામાં કોરોના મહામારી ફેલાઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news