Nupur Sharma Row: સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની ઝાટકણી કાઢીને કહ્યું, લોકોની ભાવના દુભાઈ છે, માફી માંગો...

Breaking News: રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયા કુમારની બેરહેમીથી હત્યાના મામલે મોટો ખુલાસો થયો છે. NIA ની તપાસમાં માલૂમ પડ્યુ કે, મોહંમદ રિયાઝ અને ગૌસ મોહંમદ આ હત્યાકાંડમા એકલા જ સામે ન હતા, પરંતુ તેમનુ એક ગ્રૂપ છે. જેમાં ડઝનેક લોકો સામેલ છે. તો બીજી તરફ, સુપ્રિમ કોર્ટે આ નુપુર શર્માના નિવેદન મામલે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને કહ્યુ કે, લોકોની ભાવના દુભાઈ છે, માફી માંગે નુપુર શર્મા

Nupur Sharma Row: સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની ઝાટકણી કાઢીને કહ્યું, લોકોની ભાવના દુભાઈ છે, માફી માંગો...

Udaipur Murder Case Latest Updates :મોહંમદ પયંગબરની વિરુદ્ધ કથિત ટિપ્પણીને લઈને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ભાજપની પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી છે કે, તેમની વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં જેટલા પણ પણ કેસ નોંધાયા છે. તે તમામને દિલ્હીમાં ટ્રાન્સફર કરવામાં આવે. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, ટીવી પર આવીને તેઓ દેશની જનતાથી માફી માંગે. 

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, દેશમાં આજે જે પણ થઈ રહ્યુ છે, તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. મોહંમદ પયંગબરને લઈને કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈને સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા પર કડક વલણ દાખવ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, નુપુર શર્માના નિવેદનથી દેશભરના લોકોની ભાવના ભડકી છે. તેના માટે તેઓએ માફી માંગવી જોઈએ. કોર્ટે કહ્યુ કે, જે કંઈ પણ થયુ તેના માટે નુપુર શર્મા જવાબદાર છે.  

— ANI (@ANI) July 1, 2022

સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને કહ્યુ કે, તમારા કારણે દેશની સુરક્ષા જોખમાઈ છે. 

તેમનુ નિવેદન ધમંડી બતાવે છે
આ મામલામાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, પોલીસે જે કર્યુ છે, તેના પર અમારુ મોઢુ ન ખોલાવડાવો. તમારે હવે મેજિસ્ટ્રેટ સામે રજૂ થવુ જોઈએ. આ ટિપ્પણી તમારા ઘમંડી વલણને બતાવે છે. જો તેઓ કોઈ પાર્ટીના પ્રવક્તા છે તો તેમને કંઈ પણ કહેવાનો હક મળી જાય છે. નુપુરના વકીલ મનિદર સિહે કોર્ટમાં કહ્યુ કે, એન્કરના સવાલ પર તેમણે જવાબ આપ્યો તો કોર્ટે કહ્યુ કે, આવી પરિસ્થિતમાં એન્કરની સામે કેસ થવો જોઈએ. 

તમે માફી માંગવામાં મોડુ કર્યુ
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, તમારા ભડકાઉ નિવેદને સમગ્ર દેશને આગના મોઢા પર લાવીને ઉભો કરી દીધો. નુપુરની ઉગ્રતા ઉદયપુરમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે જવાબદાર છે. કોર્ટે કહ્યુ કે, નુપુરનુ વક્તવ્ય આપત્તિજનક હતું. તેમને આવી કોમેન્ટ કરવાનો હક કોણે આપ્યો. તેમની તરફથી વરિષ્ઠ વકીલ મનિંદર સિહે કહ્યુ હતુ કે, તેઓ પોતાના નિવેદન માટે માફી માંગી ચૂક્યા છે અને તેઓ પોતાના શબ્દો પણ પરત લઈ ચૂકયા છે. આ પર કોર્ટે કહ્યુ કે, તેમણે માફી માંગવામાં મોડુ કરી દીધુ છે. બીજુ એ કે, આ કહીને માફી માંગી કે જો કોઈની ભાવના દુભાઈ હોય તો..

ઉલ્લેખનીય છે કે, નુપુર શર્માની વિરુદ્ધ દિલ્હી, કોલકાત્તા, બિહારથી લઈને પુણે સુધી અલગ અલગ કેસ નોંધાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news