હાથરસ કેસ: HC કરશે CBI તપાસની નિગરાણી, રિપોર્ટ બાદ કેસ ટ્રાન્સફર પર નિર્ણય-સુપ્રીમ કોર્ટ
Trending Photos
નવી દિલ્હી: હાથરસ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલ હાથરસ કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરતા કહ્યું કે કેસમાં થઈ રહેલી સીબીઆઈ તપાસ ચાલુ રહેશે અને તેની નિગરાણી અલાહાબાદ હાઈકોર્ટ કરશે. કોર્ટે CBI તપાસ બાદ હાઈકોર્ટને રિપોર્ટ સોંપવાના પણ નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કેસ ઉત્તર પ્રદેશથી દિલ્હી ટ્રાન્સફર કરવાની પરિજનોની અપીલ પર કહ્યું કે હાલ CBI તપાસ ચાલુ છે. તપાસ પૂરી થયા બાદ આ મામલે કોર્ટ કોઈ નિર્ણય આપશે.
આ અગાઉ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ એ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામાસુબ્રમણ્યનની પેનલે એક જનહિત અરજી અને કાર્યકરોની સાથે સાથે વીકલો તરફથી દાખલ કરાયેલી અન્ય હસ્તક્ષેપ અરજીઓ પર 15 ઓક્ટોબરના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અરજીઓમાં દલીલો અપાઈ હતી કે ઉત્તર પ્રદેશમાં નિષ્પક્ષ સુનાવણી શક્ય નથી. કારણ કે કથિત રીતે તપાસ બાધિત કરાઈ હતી.
Supreme Court says all aspects of #HathrasCase, including security to the victim’s family & witnesses etc. will be looked by Allahabad High Court.
Court further said that CBI will file its status reports in Allahabad High Court https://t.co/CMkUtokVmf
— ANI (@ANI) October 27, 2020
શું છે મામલો?
હાથરસમાં એક અનુસૂચિત જાતિની યુવતી સાથે કથિત રીતે દુષ્કર્મ થયું હતું. છોકરીનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારબાદ મામલાએ તૂલ પકડ્યું અને આ અંગે કરાયેલી અરજીઓમાં કહેવાયું કે યુપીમાં નિષ્પક્ષ સુનાવણી શક્ય નથી. કારણ કે પોલીસની કામગીરી શંકાસ્પદ છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણીમાં કહ્યું હતું કે પહેલા તપાસ પૂરી થઈ જાય પછી એ નક્કી કરાશે કે કેસ ટ્રાન્સફર થશે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે