Farmers Protest: Republic Day ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસાની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમનો ઈન્કાર
સુપ્રીમ કોર્ટે ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના રોજ યોજાયેલી ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની તપાસ મુદ્દે દાખલ થયેલી અરજીઓની સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.
Trending Photos
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના રોજ યોજાયેલી ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની તપાસ મુદ્દે દાખલ થયેલી અરજીઓની સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) અરજીકર્તાને કહ્યું કે તેઓ આ અપીલ સરકાર સામે કરે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( PM Narendra Modi) એ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે કાયદો પોતાનું કામ કરશે, આવામાં અમે હસ્તક્ષેપ કરવા માંગતા નથી.
સરકારને કરો અપીલ
26 જાન્યુઆરી (Republic Day 2021)ના રોજ ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસાની ન્યાયિક તપાસની માંગણીવાળી અરજીઓ પર સુનાવણનો ઈન્કાર કરતા સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને કહ્યું કે તેઓ સરકારને અપીલ કરો. બીજી બાજુ ગણતંત્ર દિવસના રોજ યોજાયેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા અંગે અનેક 'ભ્રામક' ટ્વીટ કરવાના આરોપમાં પોતાના વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર અંગે કોંગ્રેસના સાંસદ શશિ થરૂર સહિત અન્ય લોકોએ પણ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પત્રકાર રાજદીપ સરદેસાઈ, મૃણાલ પાંડે, ઝફર આગા, પરેશ નાથ, અને અનંત નાથે આ એફઆઈઆર વિરુદ્ધ મંગળવારે સાંજે સુપ્રીમના દ્વારા ખખડાવ્યા.
Supreme Court refuses to entertain clutch of petitions demanding investigations into the tractor rally violence in the national capital on Republic Day.
The Supreme court allows petitioners to file representation before the government. pic.twitter.com/LgEi8M7y2k
— ANI (@ANI) February 3, 2021
થરૂર કોર્ટમાં ગયા
થરૂર અને છ પત્રકારો પર નોઈડા પોલીસે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસાને લઈને તથા અન્ય આરોપો સાથે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. મધ્ય પ્રદેશ પોલીસે પણ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા પર ભ્રામક ટ્વીટ કરવાના આરોપમાં થરૂર અને છ પત્રકારો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
અત્રે જણાવવાનું કે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા (Farm Laws) ને પાછી ખેંચવાની માગણીના પક્ષમાં 26 જાન્યુઆરી (Republic Day 2021) ના રોજ હજારોની સંખ્યામાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી (Tractor Rally) કાઢી હતી. પરંતુ ગણતરીની પળોમાં દિલ્હીના રસ્તાઓ પર અરાજકતા ફેલાઈ ગઈ. અનેક ઠેકાણે પ્રદર્શનકારીઓએ પોલીસે લગાવેલા બેરિકેડ તોડી નાખ્યા. પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા. પ્રદર્શનમાં સામેલ લોકોએ વાહનોમાં તોડફોડ કરી અને લાલ કિલ્લા પર પોતાનો એક ધાર્મિક ઝંડો લગાવ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે